Surat News: સુરતમાં ગેરકાયદેસર ઝીંગા તળાવો તોડીનું ડિમોલિશન શરૂ થયું છે. સીઆર પાટીલના આદેશ બાદ કલેક્ટર હરકતમાં આવ્યા છે. ખજોદ વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા તળાવો તોડી પાડવામાં આવી રહ્યા છે. ધારાસભ્ય સંદીપ દેસાઈએ માહિતી આપી હતી. માહિતીના આધારે, સુરત કલેક્ટરે સર્વે હાથ ધર્યો હતો. ખજોદમાં હજારો ગેરકાયદેસર ઝીંગા તળાવો છે.

ખજોદ વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા તળાવો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય સંદીપ દેસાઈએ ઝીંગા તળાવ વિશે માહિતી આપી હતી. સર્વે બાદ દાદાનું બુલડોઝર ગેરકાયદેસર ઝીંગા તળાવો પર ફરી વળ્યું છે. ખજોદમાં હજારો ગેરકાયદે ઝીંગા તળાવો છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. સરકારી જમીન પર મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઝીંગા તળાવો બનાવવામાં આવી રહ્યા છે. સરકારી જમીન પચાવી પાડવાના ઇરાદાથી ઝીંગા માફિયાઓ વર્ષોથી જમીન પર કબજો કરી રહ્યાને બેઠા છે.

ઝીંગા માફિયાઓને સજા કરવા અને તેમને પાઠ ભણાવવા માટે સરકારી તંત્ર સક્રિય થઈ ગયું છે. ખાસ કરીને, સરકારી જમીન પર રહેતા તમામ લોકોને તાત્કાલિક અસરથી તમામ ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવા કહેવામાં આવ્યું છે. ભલે તે ખાડી માટે ખતરો હોય કે ન હોય, સરકારી જમીન પર રહેતા તમામ લોકોને તમામ ગેરકાયદેસર ઝીંગા તળાવો તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો:સુરતના જ્વેલરી શોરૂમમાં લૂંટ, સુવર્ણકારની ગોળી મારીને કરાઈ હત્યા
આ પણ વાંચો:સુરત : મંતવ્ય ન્યૂઝમાં કેમિકલ યુક્ત પાણીના અહેવાલને પગલે તંત્ર દોડતું થયું
આ પણ વાંચો:સ્માર્ટ સિટી સુરતમાં વરસાદે મહાનગરપાલિકાની સ્ટ્રોમ ડ્રેનેજ સિસ્ટમની પોલ ફરી એકવાર ખુલ્લી પાડી
