Lifestyle/ ખરાબ સપનાઓ અને વૃદ્ધાવસ્થા સુધી ઝડપી ગતિનું વિજ્ઞાન, કઈ રીતે વધે છે ઉમર ?

રાબ સપના લાંબા ગાળાના સ્વાસ્થ્યને કઇ રીતે અસર કરી શકે છે? સંશોધકોએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે

Lifestyle Tips & Tricks Health & Fitness Trending

એક રિસર્ચ અનુસાર, વારંવાર ખરાબ સપના આવવા એ વાસ્તવમાં શરીરની ઉંમર વધવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે, જેની અસર આપણા સ્વાસ્થ્ય પર અત્યંત ગહન સ્તરે થઇ શકે છે. આ વિશે વિસ્તારપૂર્વક આ લેખમાં જાણીશું.

દરેક વ્યક્તિને ઊંઘતી વખતે  ક્યારેક ને ક્યારેક તો કોઇ ખરાબ સપના આવે જ છે. પરંતુ જો ડરામણા સપના વારંવાર આવે તો તે સ્વાસ્થ્ય માટે ખરાબ સંકેત હોઇ શકે છે. જૂનમાં ‘યૂરોપિયન ઍકેડમી ઑફ ન્યુરોલોજી કોંગ્રેસ’ દ્વારા પ્રકાશિત એક રિસર્ચ અનુસાર, જે વ્યક્તિઓને દર અઠવાડિયે ખરાબ સપના આવે છે, તેઓમાં 70 વર્ષની વય પહેલા કસમયે મૃત્યુનું જોખમ, એવા વ્યક્તિઓની સરખામણીએ ત્રણ ગણું વધારે હોય છે, જે વ્યક્તિઓને ક્યારેક-ક્યારેક અથવા તો કદીયે ખરાબ સપના આવતા નથી. વૈજ્ઞાનિકોના મતે, વારંવાર ખરાબ સપના આવવા એ વાસ્તવમાં શરીરની ઉંમર વધવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે, જે આપણા સ્વાસ્થ્યને ખૂબ ઊંડા સ્તરે પ્રભાવિત કરી શકે છે.

આ અધ્યયન મુજબ, ધુમ્રપાન, સ્થૂળતા, ખરાબ ડાયૅટ અથવા તો ત્યાં સુધી કે ફિઝિકલી ઍક્ટીવ ન રહેવા જેવા જાણીતા જોખમી કારકોની સરખામણીએ ખરાબ સપનાને ‘કસમયે મૃત્યુનું અધિક પૂર્વાનુમાન’  જણાવવામાં આવ્યું છે. તો ખરાબ સપના, ઘડપણ અને જલદી મૃત્યુ- આ ત્રણેયની વચ્ચે શો સંબંધ છે? આવો, આ વિશે જાણીશું.

શું કહે છે અભ્યાસ?  

ખરાબ સપના લાંબા ગાળાના સ્વાસ્થ્યને કઇ રીતે અસર કરી શકે છે? સંશોધકોએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે કોઇ વ્યક્તિને કેટલી વખત દુ:સ્વપ્ન આવે છે તથા એની કોશિકાઓ કેટલી ઝડપથી વૃધ્ધ થાય છે.

આ રિસર્ચનું  8 થી 10 વર્ષની વયના 2429 બાળકો અને 26 થી 86 વર્ષની વયજૂથના 1,83,012 વયસ્કોના ડૅટાનું વિશ્લેષણ કર્યુ અને 19 વર્ષ સુધી અધ્યયન કર્યુ.

ટીમનો નિષ્કર્ષ ચોંકાવનારો હતો. એમના જણાવ્યાનુસાર, જે લોકોને અઠવાડિયે એક અથવા એકથી વધુ વાર ખરાબ સપના આવતા હતા, એમના ટૅલોમૅરેસ (ગુણસૂત્રોના છેડા પરનું સુરક્ષાત્મક આવરણ) નાના જોવા મળ્યા. આ ટૅલોમૅરેસ સ્વસ્થ કોશિકા વિભાજન માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને જ્યારે એ નાના થઇ જાય છે તો તે એ વાતનો સંકેત છે કે કોશિકાઓની ઉંમર વધી રહી છે.

રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે કે જે વયસ્કોને વારંવાર ખરાબ સ્વપ્નો આવે છે, એમનું મૃત્યુ 70 વર્ષની વય પહેલા જ થવાની સંભાવના એવા લોકોની સરખામણીએ ત્રણગણી વધારે હોય છે, જેમને ખરાબ સપના જવલ્લે જ અથવા તો કદી પણ આવતા નથી. 18 વર્ષ સુધી ચાલેલા આ રિસર્ચ દરમિયાન 227 લોકો કવેળાએ મૃત્યુ પામ્યા. ઉપરાંત, તે વયસ્કોની સરખામણીએ કે જેમને શરૂઆતના સ્તરમાં ખરાબ સપના નહોતા આવતા, અન્ય જે-જે લોકોએ જણાવ્યું કે એમને દર અઠવાડિયે ખરાબ સપના આવે છે, એમનું કવેળાએ મૃત્યુ પામવાનું જોખમ ત્રણગણું હતુ. આ પરિણામો સ્ત્રી-પુરૂષ, તથા તમામ વયજૂથ તથા માનસિક સ્વાસ્થ્યની અલગ-અલગ પરિસ્થિતિઓ માટે સાચા સાબિત ઠર્યા છે.

ખરાબ સપના ઉંમર વધવાની ગતિમાં વધારો કેમ કરે છે

સંશોધનકર્તાઓને જાણવા મળ્યું કે ખરાબ સપનાના કારણે ઉંઘની ગુણવત્તા તથા નિંદ્નાનો સમય બંને પ્રભાવિત થાય છે, જેને કારણે શરીરની કોશિકાઓની આપમેળે રીપૅર થવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. ખલેલપૂર્ણ અથવા તો અપૂરતી ઊંઘના કારણે શરીરમાં રાતભર ચાલતી જરૂરી આંતરિક પ્રક્રિયાઓ થઈ શકતી નથી. સમયાંતરે, ખરાબ ઊંઘ અને લાંબા ગાળાના  તણાવનું કૉમ્બિનેશન આપણી કોશિકાઓ તથા શરીરની વયવૃધ્ધિની ગતિને ઝડપી બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.

સંશોધકએ  વૈજ્ઞાનિક કારણ જણાવતા કહ્યું કે, ‘મનુષ્યનું નિંદ્રાધીન મગજ સપના તથા વાસ્તવિકતા વચ્ચેનો ફરક સમજી શકતું નથી. આ જ કારણથી જ્યારે ખરાબ સપના આવે ત્યારે આપણે પરસેવાથી રેબઝેબ થઇ જઇએ છીએ, શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને હૃદયના ધબકારા વધવાની સંગાથે જ ઊંધમાંથી જાગી જઇએ છીએ. સપનાને કારણે ઉત્પન્ન થનારી આ તણાવપૂર્ણ પ્રતિક્રિયા, જાગૃત અવસ્થામાં વ્યક્તિ દ્વારા અનુભવાતી કોઇપણ બાબતથી ઘણી અધિક તીવ્ર માત્રામાં હોઇ શકે છે અને આવી ઘટનાઓને કારણે કૉર્ટિસોલ હૉર્મોનનું સ્તર લાંબા સમય સુધી ઉંચુ રહે છે. કૉર્ટિસોલ એક એવો હૉર્મોન છે જેનો તણાવપૂર્ણ સ્થિતિમાં શરીર દ્વારા સ્ત્રાવ કરવામાં આવે છે જેનાથી કોશિકાઓ ઝડપથી વૃધ્ધ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રોમાન્સ દરમિયાન આ વાતોનું ધ્યાન રાખો, સંબંધ નહીં તૂટે

આ પણ વાંચો:શું તમે છોકરીઓનું દિલ જીતવા માંગો છો? તમે એ ખાસિયત ધરાવો છો………

આ પણ વાંચો:યુગલોએ લગ્ન પહેલા પૂછવા માટેના પ્રશ્નો, લગ્નજીવન થઈ જશે સરળ