Narmada News/ નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટસિટી-૨ ખાતે યોજાયેલી બે દિવસીય વાઈસ ચાન્સેલર્સ કોન્ફરન્સનું ઉદઘાટન કરતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો

Gujarat

Narmada News : નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રિય યુનિવર્સિટીઓના કુલપતિઓની બે દિવસીય કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો હતો. જેમાં દેશભરની ૫૦થી વધુ યુનિવર્સિટીઓના કુલપતિઓએ ભાગ લીધો છે. NEP-૨૦૨૦ની અમલવારીની સમીક્ષા, મૂલ્યાંકન અને આયોજન થકી ‘વિકસિત ભારત-૨૦૪૭’ના સંકલ્પને પરિપૂર્ણ કરવાનો આ કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો રહ્યો છે. ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું કે, છેલ્લા દાયકામાં ભારતનું ઉચ્ચ શિક્ષણ પરિપ્રેક્ષ્ય મૂળભૂત રીતે બદલાયું છે. આજે તેમાં વધુ સરળતા, આંતરવિષયક અભિગમ, સમાવેશી શિક્ષણ સાથે નવીનતા પણ છે. દેશભરમાં વર્ષ ૨૦૧૪–૧૫ પછી વિદ્યાર્થીઓના નામાંકનમાં ૩૦ ટકા નો વધારો થયો છે. જેમાં દીકરીઓના નામાંકનમાં ૩૮ ટકાનો વધારો થયો છે. જેમાં મહિલા ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER) હવે પુરૂષોના GER કરતાં વધુ છે. અનુસૂચિત જનજાતિઓના GERમાં ૧૦ ટકા અને SCમાં ૮ ટકા જેટલો વધારો થયો છે. દેશભરમાં હાલ ૧૨૦૦ થી વધુ યુનિવર્સિટીઓ અને ૪૬,૦૦૦થી વધુ કોલેજો કાર્યરત છે.

આ બે દિવસીય કોન્ફરન્સના ત્રણ મુખ્ય ઉદ્દેશોમાં ૧. માર્ગદર્શન સુમેળ – NEPના આગામી લક્ષ્યો સાથે સંસ્થાઓનો સુમેળ, ૨. જ્ઞાનવિમર્શ અને સહઅધ્યયન – વાઈસ ચાન્સેલર્સ વચ્ચે સંવાદ અને સંસાધન વહેંચણી અને ૩. ભવિષ્યની યોજના – નીતિ પરિવર્તન અને વૈશ્વિક શૈક્ષણિક પરિદ્રશ્ય માટેની તૈયારીઓનો સમાવેશ થાય છે.

આ બે દિવસ દરમિયાન વિષયવાર ચર્ચાઓમાં આવશ્યક મુદ્દાઓમાં ૧. NEP મુજબ FYUP, NHEQF/NCrF, ૨. ભવિષ્યના રોજગારી માટે અભ્યાસક્રમોનું સંકલન, ૩. ડિજિટલ શિક્ષણ (SWAYAM, AAPAR વગેરે), ૪. યુનિવર્સિટી ગવર્નન્સ (SAMARTH), ૫. સમાનતા અને સમાવેશી શિક્ષણ, ૬. ભારતીય ભાષાઓ અને જ્ઞાન સિસ્ટમ, ૭. સંશોધન અને નવીનતા (ANRF, PMRF), ૮. રેંકિંગ અને માન્યતા, ૯. આંતરરાષ્ટ્રીયકરણ (Study in India), ૧૦. શિક્ષક વિકાસ (માલવિયા મિશન)નો ચર્ચાના વિષય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ કોન્ફરન્સ NEP-૨૦૨૦ના આગામી તબક્કાની અમલવારી માટે માર્ગદર્શક બની રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદ માટે પાટીદારો કમાન સંભાળવા તૈયાર…

આ પણ વાંચો:સુરતમાં કોંગ્રેસે રસ્તા પરના ખાડાનો અનોખી રીતે કર્યો વિરોધ

આ પણ વાંચો:કોંગ્રેસ પર પ્રહાર કરતા શશિ થરૂરે કહ્યું, હવે આ 1975 નું ભારત નથી કે…