Ahmedabad News/ અમદાવાદમાં ઠગાઈ આચરતું દંપતી ઝડપાયુ, નોકરીના બહાને રૂ. 82 લાખ પડાવ્યા

અમદાવાદમાં નોકરી આપવાના નામે છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ છેતરપિંડી કરનારી દંપતીની ધરપકડ કરવામાં આવી છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં નોકરી આપવાના નામે છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ છેતરપિંડી કરનારી દંપતીની ધરપકડ કરવામાં આવી છે. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા પડાવતા હતા. તેઓએ નોકરી અપાવવાના બહાને રૂ. 82 લાખ પડાવ્યા હતા.

આ છેતરપિંડી આચરતુ દંપતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી હોવાનું કહીને લોકોને વિશ્વાસમાં લેતું હતું. તેઓએ નોકરીના નામે બનાવટી લેટર આપીને કૌભાંડ આચર્યુ હતુ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે તેઓની ધરપકડ કરીને વધુ તપાસ આદરી છે.

આ ફ્રોડસ્ટર દંપતીએ કેટલા લોકોની સાથે આ રીતે છેતરપિંડી આચરી છે તેની તે તપાસ ચલાવી રહ્યું છે. આ કૌભાંડના છેડામાં તેમની સાથે કોણ જોડાયેલું છે તેની પણ તપાસ જારી છે. પોલીસનું માનવું છે કે આ કૌભાંડમાં આ દંપતી એકલું ન હોઈ શકે. તેથી તેઓ તેમના અંકોડાની ચકાસણી કરી રહી છે. આ સાથે આ કૌભાંડમાં તેમની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોઈ કર્મચારી કે હોદ્દેદાર જોડાયેલો છે કે નહીં તેની તપાસ પણ આરંભી છે. પોલીસનું માનવું છે કે આગામી દિવસોમાં આ કેસમાં અનેક કડી મળતા બીજા ફણગા ફૂટી શકે છે અને કોઈ વધુ રહસ્યોદઘાટન થાય તો આશ્ચર્ય પણ નહીં થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં વિઝા કૌભાંડનો ભોગ બન્યો યુવક,બ્લુસ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશનના સંચાલકે 22 લાખથી વધુની કરી છેતરપિંડી  

આ પણ વાંચો: EDનો સપાટો : અમદાવાદ, મુંબઈ અને સુરતમાં દરોડા, 100 કરોડની સાયબર છેતરપિંડીનો આરોપ

આ પણ વાંચો: ઈરાની સફરજન મંગાવી આપવાનું કહીને અમદાવાદના વેપારી સાથે 15.70 લાખની છેતરપિંડી