Patan News/ પાટણના સાંતલપુરમાં ભારતમાતા રોડ તૂટી પડ્યો : દિલ્હીથી અધિકારીઓનું તાત્કાલિક નિરીક્ષણ, ગુણવત્તા તપાસ માટે સેમ્પલ લેવાયા

આ ઘટનાએ ફરીથી રોડ બાંધકામની ગુણવત્તા અને સરકારી દેખરેખ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે

Gujarat Top Stories

Patan News : પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકામાંથી પસાર થતો ભારતમાલા યોજના હેઠળનો મહત્ત્વનો હાઈવે વરસાદના કારણે તૂટી પડતાં સ્થાનિક લોકોએ તંત્ર વિરુદ્ધ ગાઢ રોષ વ્યક્ત કર્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આજે દિલ્હીથી ભારતમાલા પ્રોજેક્ટના ડાયરેક્ટર વૈકટ રમન પાટણ જિલ્લા કલેક્ટર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.અધિકારીઓએ તૂટી ગયેલા માર્ગનું નિરીક્ષણ કરીને અનેક સ્થળોએથી બાંધકામ સામગ્રીના નમૂનાઓ (સેમ્પલ) એકત્રિત કર્યા.

ડાયરેક્ટર વૈકટ રમને પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, “સેમ્પલને વિજ્ઞાનસભર લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવશે. જો તેમાં કોઈપણ પ્રકારની ગુણવત્તા અંગેની ગંભીર ત્રુટિ જણાશે, તો જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.”અધિકારીઓએ આ તૂટી ગયેલા માર્ગને તાત્કાલિક ઠીક કરવા માટે કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે. આગામી 15 દિવસમાં માર્ગ વ્યવસ્થા ફરી પુનઃસ્થાપિત કરવામાં આવશે, જેથી લોકોને અહિત ન થાય.આ ઘટનાએ ફરીથી રોડ બાંધકામની ગુણવત્તા અને સરકારી દેખરેખ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

ભારતમાલા હાઈવે તૂટી પડતાં લોકોમાં રોષ, દિલ્હીની ટીમનું તાત્કાલિક નિરીક્ષણ: ગુણવત્તા તપાસ માટે સેમ્પલ લેવાયા

સાંતલપુર તાલુકામાંથી પસાર થતો ભારતમાલા માર્ગ પ્રથમ જ વરસાદમાં તૂટી પડતા સ્થાનિકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. વિદેશી ધોરણના દાવા સાથે બનેલો અને મહત્વાકાંક્ષી ભારતમાલા માર્ગ માત્ર થોડા સમયમાં જ ખસ્તાહાલ થતા તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઘટનાની ગંભીરતા જોઈ આજે દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓએ પાટણ જિલ્લાના તૂટી ગયેલા સ્થળે તાત્કાલિક મુલાકાત લીધી.

અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા

દિલ્હીના ભારતમાલા પ્રોજેક્ટના ડાયરેક્ટર વૈકટ રમન, પાટણ જિલ્લા કલેક્ટર, રોડ અને મકાન વિભાગના અધિકારીઓ, તેમજ ફિલ્ડ ઈજનેરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. તૂટી ગયેલા માર્ગના વિવિધ ભાગોનું તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવ્યું અને બાંધકામ સામગ્રીના સેમ્પલ સંગ્રહ કરવામાં આવ્યા.

15 દિવસમાં માર્ગ પુનઃબહાલ કરવાનો દાવો

અધિકારીઓએ નિરીક્ષણ બાદ જાહેરમાં જણાવ્યું કે, તૂટેલા ભાગને તાત્કાલિક રીપેર કરવા કામગીરી આજથી શરૂ કરાશે અને આવનારા 15 દિવસની અંદર ટ્રાફિક વ્યવસ્થા પુનઃસામાન્ય બનાવી દેવાશે. હાઈવેના બંને બાજુના ગામોમાં રહેતા લોકોને હાલ વધુ મુશ્કેલીઓ ન ભોગવવી પડે તે માટે તાત્કાલિક સમાધાન લાવવાનું વચન અપાયું છે.

સ્થાનિક લોકોમાં ભડકો:-

સંતલપુરના ગ્રામજનો અને દૈનિક યાત્રાળુઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, “આ રોડ તો પથ્થર માટી કરતાં પણ નબળી ગુણવત્તાનો છે. પહેલી જ વરસાદમાં રસ્તો તૂટી ગયો – આ સીધી ભ્રષ્ટાચારની નિશાની છે.”
વિશેષ કરીને વાહનચાલકો, વ્યવસાયિકો અને નજીકના મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે આ માર્ગ મહત્વપૂર્ણ વાહન વ્યવહાર માટે જરૂર હોય . આવી સ્થિતિમાં માર્ગ બંધ થવાથી તેમના વ્યવસાય પર સીધી અસર પડી છે.

પ્રશ્નચિહ્ન ઊભા થતા પ્રશાસન દબાણમાં

આ ઘટના ભારતમાલા જેવી મહત્વાકાંક્ષી કેન્દ્ર સરકારની યોજના હેઠળ ચાલતા કામોની ગુણવત્તા અંગે પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. શું રોડના ટેન્ડર માટે યોગ્ય તકનિકી અપનાવવામાં આવ્યા હતા? શું સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવી હતી? શું કોન્ટ્રાક્ટરો દ્વારા કામ યોગ્ય રીતે કરાયું હતું વગેરે સવાલો ઉભા થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: તંત્ર દ્વારા વલસાડ જિલ્લાના 5 બ્રિજ બંધ કરવાનો લેવાયો કડક નિર્ણય

આ પણ વાંચો: વલસાડ નેશનલ હાઈવે 48 પરના ખાડાઓને લઈ કલેકટરનો કડક આદેશ, 10 દિવસમાં રિપેરની ચેતવણી

આ પણ વાંચો: વલસાડ પોલીસે માછીમારોને સાવધાન રહેવા સૂચના આપી