Chhotaudepur News : ખરાબ રસ્તાને કારણે દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાંભારે તકલીફનો સામનો કરવો પડતો હોય છે. આવા અનેક કિસ્સા અવારનવાર બનતા રહે છે. આવો જ એક બનાવ છોટા ઉદેપુરમાં બન્યછે. છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય સેવાઓની કથળતી સ્થિતિનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ભૂંડમારિયા ગામની એક પ્રસૂતા મહિલાને જીવના જોખમે ઝોળીમાં ઉંચકીને સારવાર માટે લઈ ગયા હતા. ગામથી આશરે 4 કિલોમીટર દૂર આવેલા કોટબી સુધી પહોંચવા માટે, ગ્રામજનોએ મહિલાને કાદવ-કિચડવાળા રસ્તાઓ, કોતરો અને ઝરણાં પાર કરીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી.છોટા ઉદેપુરના કવાંટ તાલુકાના ભૂંડમારિયા ગામની એક મહિલાને આજે વહેલી સવાર પ્રસૂતિની પીડા ઉપડી હતી.
પરંતુ ગામમાં રસ્તાનો અભાવ હોવાથી 108 આવી શકે તેમ ન હોવાથી 108 ને ફોન કરીને ચાર કિલોમીટર દૂર કોટબી બોલાવવામાં આવી હતી.ત્યારે બીજી બાજુ પ્રસૂતા મહિલાના પરિવારજનો કાપડની ઝોળી બનાવીને મહિલાને ઝોળીમાં સુવડાવી ઉંચકીને ચાલતા કોટબી સુધી જવા નીકળ્યા, રસ્તામાં કાચો, કાદવ કીચ્ચડથી ભરપૂર અને કોટરના પાણી, ઝરણા પસાર કરીને આખરે કોટબી ઊભી રહેલી 108 સુધી પહોંચ્યા હતા અને મહિલાને 108 માં કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી.મહત્વની વાત એ છે કે છોટા ઉદેપુર જીલ્લામાં પ્રસૂતા મહિલાને અથવા કોઈ બીમાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવા માટે રસ્તાના અભાવે ઝોળીમાં ઉંચકીને લઈ જવામાં આવે છે. અવારનવાર કિસ્સા સામે આવે છે પરંતુ વહીવટીતંત્ર આ બાબતે કોઈ ધ્યાન અપાતું નથી, ફકત કિસ્સો સામે આવે ત્યારે જે તે ગામમાં જઈને લિપાપોતી કરીને આવી જાય છે.પરંતુ નકકર કામગીરી કરવામાં આવતી નથી.
આદિવાસી વિસ્તારોમાં પાકા રસ્તાઓના અભાવે આજે પણ લોકોને કેટલી હાલાકી ભોગવવી પડે છે અને કટોકટીના સમયે પણ તેમને પૂરતી તબીબી સુવિધાઓ સમયસર મળી શકતી નથી.ભૂંડમારીયા ગામના નરેશભાઈ ભીલએ કહ્યું કે, અમારા ગામના રસ્તાના અભાવે 3 થી 4 કિમી ચાલીને મહિલાને લઈ ગયા છીએ. તો સરકારને નિવેદન છે કે, અમારા રસ્તા કરી આપે, એવી અમારી માગ છે.અગાઉ ગત છોટા ઉદેપુર ખાતે ભાજપ દ્વારા સરપંચ સન્માન સંમેલન યોજાયું હતું. જેમાં છોટા ઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ લાજવાના બદલે ગાજ્યા હતા.અને જાહેર મંચ પરથી ઝોળીમાં પ્રસૂતાને લઈ જવાતા વીડિયો બાબતે નિવેદન કર્યું હતું, જે હમણાં ઝોળીમાં લઈ જવાતા વીડિયો બનાવવાની હોડ જામી છે અને આવા વીડિયોથી જિલ્લાનું ખરાબ દેખાય છે. પરંતુ જીલ્લાના વિસ્તારોમાં રોડ રસ્તા નથી બનતા તેના લીધે લાજવું જોઈએ અને અંતરિયાળ વિસ્તારમાં રસ્તા બને તેવા પ્રયત્નો કરવા જોઈએ તેના બદલે પ્રજા દ્વારા વીડીઓના માધ્યમથી વાત પહોચાડવાની પ્રવૃત્તિને વખોડી રહ્યા છે.
અગાઉ ગત 1 ઓક્ટોબર 2024ના રોજ તુરખેડાની મહિલાને ઝોળીમાં ઊંચકીને લઈ જવામાં આવી હતી, ત્યારે રસ્તામાં પ્રસુતિ થઈ ગઈ હતી.જેમાં ડરના કારણે બાળકના જન્મ બાદ મહિલાનું મોત નીપજ્યું હતું.અને આ મામલે ગુજરાત હાઇકોર્ટે સૂઓમોટો પીટીશન પણ દાખલ કરી હતી, તેમ છતાં તંત્રને કોઈ અસર થઈ નથી.હાઇકોર્ટનું માથું શરમથી ઝૂક્યું પણ સરકાર બેશરમ, તુરખેડામાં વધુ એક પ્રસૂતાને 3 કિમી સુધી ઝોળીમાં ઊંચકીને 108 સુધી પહોંચાડી. સામે આવ્યો છે, જ્યાં ભૂંડમારિયા ગામની એક પ્રસૂતા મહિલાને જીવના જોખમે ઝોળીમાં ઉંચકીને સારવાર માટે લઈ ગયા હતા. ગામથી આશરે 4 કિલોમીટર દૂર આવેલા કોટબી સુધી પહોંચવા માટે, ગ્રામજનોએ મહિલાને કાદવ-કિચડવાળા રસ્તાઓ, કોતરો અને ઝરણાં પાર કરીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી.છોટા ઉદેપુરના કવાંટ તાલુકાના ભૂંડમારિયા ગામની એક મહિલાને આજે વહેલી સવાર પ્રસૂતિની પીડા ઉપડી હતી.પરંતુ ગામમાં રસ્તાનો અભાવ હોવાથી 108 આવી શકે તેમ ન હોવાથી 108 ને ફોન કરીને ચાર કિલોમીટર દૂર કોટબી બોલાવવામાં આવી હતી.
ત્યારે બીજી બાજુ પ્રસૂતા મહિલાના પરિવારજનો કાપડની ઝોળી બનાવીને મહિલાને ઝોળીમાં સુવડાવી ઉંચકીને ચાલતા કોટબી સુધી જવા નીકળ્યા, રસ્તામાં કાચો, કાદવ કીચ્ચડથી ભરપૂર અને કોટરના પાણી, ઝરણા પસાર કરીને આખરે કોટબી ઊભી રહેલી 108 સુધી પહોંચ્યા હતા અને મહિલાને 108 માં કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી.મહત્વની વાત એ છે કે છોટા ઉદેપુર જીલ્લામાં પ્રસૂતા મહિલાને અથવા કોઈ બીમાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવા માટે રસ્તાના અભાવે ઝોળીમાં ઉંચકીને લઈ જવામાં આવે છે. અવારનવાર કિસ્સા સામે આવે છે પરંતુ વહીવટીતંત્ર આ બાબતે કોઈ ધ્યાન અપાતું નથી, ફકત કિસ્સો સામે આવે ત્યારે જે તે ગામમાં જઈને લિપાપોતી કરીને આવી જાય છે.પરંતુ નકકર કામગીરી કરવામાં આવતી નથી.આદિવાસી વિસ્તારોમાં પાકા રસ્તાઓના અભાવે આજે પણ લોકોને કેટલી હાલાકી ભોગવવી પડે છે અને કટોકટીના સમયે પણ તેમને પૂરતી તબીબી સુવિધાઓ સમયસર મળી શકતી નથી.
ભૂંડમારીયા ગામના નરેશભાઈ ભીલએ કહ્યું કે, અમારા ગામના રસ્તાના અભાવે 3 થી 4 કિમી ચાલીને મહિલાને લઈ ગયા છીએ. તો સરકારને નિવેદન છે કે, અમારા રસ્તા કરી આપે, એવી અમારી માગ છે.અગાઉ ગત છોટા ઉદેપુર ખાતે ભાજપ દ્વારા સરપંચ સન્માન સંમેલન યોજાયું હતું. જેમાં છોટા ઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ લાજવાના બદલે ગાજ્યા હતા.અને જાહેર મંચ પરથી ઝોળીમાં પ્રસૂતાને લઈ જવાતા વીડિયો બાબતે નિવેદન કર્યું હતું, જે હમણાં ઝોળીમાં લઈ જવાતા વીડિયો બનાવવાની હોડ જામી છે અને આવા વીડિયોથી જિલ્લાનું ખરાબ દેખાય છે. પરંતુ જીલ્લાના વિસ્તારોમાં રોડ રસ્તા નથી બનતા તેના લીધે લાજવું જોઈએ અને અંતરિયાળ વિસ્તારમાં રસ્તા બને તેવા પ્રયત્નો કરવા જોઈએ તેના બદલે પ્રજા દ્વારા વીડીઓના માધ્યમથી વાત પહોચાડવાની પ્રવૃત્તિને વખોડી રહ્યા છે.
અગાઉ ગત 1 ઓક્ટોબર 2024ના રોજ તુરખેડાની મહિલાને ઝોળીમાં ઊંચકીને લઈ જવામાં આવી હતી, ત્યારે રસ્તામાં પ્રસુતિ થઈ ગઈ હતી.જેમાં ડરના કારણે બાળકના જન્મ બાદ મહિલાનું મોત નીપજ્યું હતું.અને આ મામલે ગુજરાત હાઇકોર્ટે સૂઓમોટો પીટીશન પણ દાખલ કરી હતી, તેમ છતાં તંત્રને કોઈ અસર થઈ નથી.હાઇકોર્ટનું માથું શરમથી ઝૂક્યું પણ સરકાર બેશરમ, તુરખેડામાં વધુ એક પ્રસૂતાને 3 કિમી સુધી ઝોળીમાં ઊંચકીને 108 સુધી પહોંચાડી.
આ પણ વાંચો: તંત્ર દ્વારા વલસાડ જિલ્લાના 5 બ્રિજ બંધ કરવાનો લેવાયો કડક નિર્ણય
આ પણ વાંચો: વલસાડ નેશનલ હાઈવે 48 પરના ખાડાઓને લઈ કલેકટરનો કડક આદેશ, 10 દિવસમાં રિપેરની ચેતવણી
આ પણ વાંચો: વલસાડ પોલીસે માછીમારોને સાવધાન રહેવા સૂચના આપી
