Ahmedabad News/ નવી સિવિલ હોસ્પિટલ માટે ખેડિયાર મંદિર ખસેડવા બેઠક બોલાવાઈ, ભૂવાએ ધુણીને સુપ્રિટેન્ડેન્ટ સામે દાણાં નાંખી કહ્યું આ જમીન છોડીને કામ કરો

સિવિલ હોસ્પિટલના સુપ્રિટન્ડેન્ટ ડો. રાકેશ જોશી આ મંદિરને ખસેડવાનું હોવાથી મંદિરના પૂજારી પાસે ગયા હતા

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદ સ્થિત સિવિલ હસ્પિટલનું જૂનુ બિલ્ડીંગ તોડીને તેની જગ્યાએ નવુ બિલ્ડિંગ બનાવવાની તૈયારી કરવામાંઆવી રહી છે. બીજીતરફ જૂના બિલ્ડીંગ પરિસરમાં ખોડિયાર મંદિર આવેલું છે. આ મંદિર ખસેડવાની તૈયારી કરવામાંઆવી રહી છે. બીજીતરફ આ મંદિર ખસેડવા માટે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે.ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. ખોડિયાર મંદિર ખસેડવા માટે તેઓ મંદિરમા માતાજીની રજા લેવા માટે ગયા હતા ત્યારે મંદિરના ભુવાએ ધૂણીને ના પાડી હતી.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટન્ડેન્ટ ડો. રાકેશ જોશી આ મંદિરને ખસેડવાનું હોવાથી મંદિરના પૂજારી પાસે ગયા હતા ત્યારે પૂજારીએ માતાજીની રજા લેવા માટે મંદિરમાં દાણા જોવડાવતા હતાં.માતાજીની રજા લેવાની હોવાથી ડોક્ટર પણ બેઠા હતાં. આ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ પણ મંદિરમા દર્શનાર્થે આવ્યા હતાં. આજના આધુનિક યુગમાં પણ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ડોક્ટર દાણા જોવડાવવા બેઠા હોવાથી આ અંધશ્રદ્ધા કે વિશ્વાસ તેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.’આ જમીન છોડીને કામ કરો, માતાની રજા વિના કંઈ નથી કરવાનું’

સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી સામે પૂજારીએ ધૂણતા ધૂણતા કહ્યું કે, તમારું થઈ જશે, પણ આ જગ્યાને છોડી દેશો, તારું કામ થઈ જશે કોઈ રૂકાવટ નહીં આવે. આ જગ્યા કોઈની નથી મારી છે. આ જગ્યા છોડી દો તો જ સારું રહેશે નહીંતર માતાજી તમારું કામ નહીં કરે. આ માતાની જમીન છે. મારું કે તમારું કોઈનું નથી. આ જગ્યા નહીં છોડું. ત્રણ રજામાંથી બે રજામાં માતાજી ના પાડે છે. માતાજીએ રજા આપી નથી.આ જગ્યા છોડી કામ શરૂ કરી દો, તમારું કામ થઈ જશે. જેણે કર્યું છે કામ તેને પરચો મળી ગયો છે. માતાની ઈચ્છા થાય પછી આગળ કામ થાય. માતાની રજા વિના કશું જ નથી કરવાનું. જેમ છે એમ જ રાખીશું. જ્યારે માતાની રજા થશે ત્યારે જ આગળ વધીશું.

આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે જૂની સિવિલ હોસ્પિટલનું બિલ્ડીંગ તોડીને ત્યાં 1800 બેડની નવી હોસ્પિટલ બનાવવાની છે. જુના કેમ્પસમાં જ વર્ષો જૂનું ખોડીયાર માતાનું મંદિર છે, જે મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે.જૂના બિલ્ડીંગનું ટૂંક સમયમાં ડિમોલિશન કરવામાં આવશે.જે માટે આ મંદિરની જગ્યા પણ સિવિલને મળે તેથી મંદિરના પ્રશાસનની સાથે બેઠક માટે આજે ગયો હતો. મંદિર તરફથી મંદિર હટાવવા માટેની પરવાનગી આપવામાં આવી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: તંત્ર દ્વારા વલસાડ જિલ્લાના 5 બ્રિજ બંધ કરવાનો લેવાયો કડક નિર્ણય

આ પણ વાંચો: વલસાડ નેશનલ હાઈવે 48 પરના ખાડાઓને લઈ કલેકટરનો કડક આદેશ, 10 દિવસમાં રિપેરની ચેતવણી

આ પણ વાંચો: વલસાડ પોલીસે માછીમારોને સાવધાન રહેવા સૂચના આપી