Surat News/ સુરત : ગેરકાયદે બાંધકામોને નોટિસ ફટકારતી પાલિકાને નોટિસ

તપાસમાં કુલ 34,800 ચોમી જમીન રાજ્ય સરકાર હસ્તકની હોવાનું જણાયું છે

Gujarat Surat

Surat News : સુરતમાં ગેરકાયદે બાંધકામોને નોટિસ ફટકારતી પાલિકાને નોટિસ ફટકારવામાં આવી છે. સુરત મનપા દ્વારા સરકારી જમીન પર કબ્જો કરવામાં આવ્યો છે. જેમાં જમીન પર દુકાનો બાંધી ભાડે આપતા કલેક્ટર તંત્ર દોડતું થયું છે.જેને લઈને મહાનગરપાલિકાને કલેક્ટર દ્વારા શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.

આ અંગે કલેક્ટર દ્વારા સરકારી જમીન પરત મેળવવા પ્રયાસ હાથ ધરવામાંઆવ્યા છે. તપાસમાં અઠવા ઝોન ખાતે આવેલી જમીન લીઝ પર આપી હોવાનું ધ્યાનમાંઆવ્યું છે. જ્યારે ચોપાટી બાજુની જમીન 15 વર્ષની લીઝ પર આપી હતી. તપાસમાં કુલ 34,800 ચોમી જમીન રાજ્ય સરકાર હસ્તકની હોવાનું જણાયું છે.

મનપાને શરતોને આધીન 15 વર્ષ માટે લીઝ પર ફાળવવામાં આવી હતી. આમ મનપાએ જમીન પરત ન કરતા જમીન પરત મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. પાલિકાએ કયા નિયમો મુજબ દુકાનો બનાવી તેનું ટેન્ડરિંગ કર્યું હતું.જેને લઈને જિલ્લા કલેક્ટરે અધિકારીઓ પાસેથી તેનો ખુલાસો માંગ્યો છે. બીજીતરફ હાલ સમગ્ર મામલે મનપા અને કલેક્ટર તંત્રે મૌન સેવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોખેડા કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્ત્વપૂર્ણ સંકલન બેઠક : ધારાસભ્યએ પ્ર્શ્ન કર્યો કે કોરોનાકાળથી બંધ ટ્રેનો શરૂ ક્યારે શરૂ

આ પણ વાંચો:ખેડામાં પુત્ર મોહમાં પિતાએ લીધો પુત્રીનો જીવ

આ પણ વાંચો:લીમખેડાના ચોડિયા ગામમાં શાળા બાંધકામ વિવાદ, કોન્ટ્રાક્ટર પર હલકી ગુણવત્તાવાળા મટિરિયલનો ઉપયોગ કરવાનો આરોપ