Rajkot News : રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામ ખાતે અગાઉ ફરજ બજાવી ચૂકેલા તલાટી કમ મંત્રી ધર્મેશ હાપલિયા દ્વારા તંત્રની જાણ બહાર 44 જેટલા પ્લોટ વેચી માર્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે જિલ્લા કલેકટર ડોક્ટર ઓમ પ્રકાશનું નિવેદન સામે આવ્યું છે.
મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા કલેકટર દ્વારા જાણવામાં આવ્યું હતું કે, ધર્મેશ હાપલિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે જિલ્લા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે. સમગ્ર મામલે ધર્મેશ હાપલિયા વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે.
તેમજ હાલ પોલીસ દ્વારા ધર્મેશ હાપલિયાને હસ્તગત પણ કરી લેવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં સમગ્ર કૌભાંડમાં માત્ર એક તલાટી કમ મંત્રીની સંડોવણી છે કે પછી અન્ય કોઈ પૂર્વ હોદ્દેદારોની છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
આ પણ વાંચો:ખેડામાં પુત્ર મોહમાં પિતાએ લીધો પુત્રીનો જીવ
