A relationship/ બાળકોને રાત્રે ઊંઘાડતા દમ નીકળી જાય છે? તો અપનાવો આ 9 રીતને !

ઘણી વાર સ્વસ્થ રીતે ઊંઘ લઇ શકાય એ માટે સૂવાની આદતો પર કામ કરવું કે જેને સ્લીપ હાઇજીન પણ કહેવામાં આવે છે, એને અનુસરવાથી તમને વધુ સારી રીતે નિંદ્રાધીન થવામાં મદદ મળી શકે છે. સ્લીપ હાઇજીન પર કામ કરવું દરેકે દરેક વ્યક્તિ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે, ખાસ કરીને એવા બાળકો અને વયસ્કો માટે કે જેઓ રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડિત છે.

Tips & Tricks Food Health & Fitness Trending Lifestyle Relationships

Relationship: ઘણી વાર સ્વસ્થ રીતે ઊંઘ લઇ શકાય એ માટે સૂવાની આદતો પર કામ કરવું કે જેને સ્લીપ હાઇજીન પણ કહેવામાં આવે છે, એને અનુસરવાથી તમને વધુ સારી રીતે નિંદ્રાધીન થવામાં મદદ મળી શકે છે. સ્લીપ હાઇજીન પર કામ કરવું દરેકે દરેક વ્યક્તિ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે, ખાસ કરીને એવા બાળકો અને વયસ્કો માટે કે જેઓ રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડિત છે.

બાળકો અને કિશોરોના જીવનમાં એક એવો તબક્કો આવે જ છે કે, જ્યારે એમને રાત્રે ઘસઘસાટ ઊંઘવામાં તકલીફ પડે છે. ઘણી વાર ઘસઘસાટ ઊંઘી શકાય એ માટે નિંદ્રાસંબંધી આદતો પર કામ કરવું, જેને સ્લીપ હાઇજીન પણ કહેવામાં આવે છે, એનાથી તમને વધુ સારી રીતે સૂવામાં મદદ મળી શકે છે. સ્લીપ હાઇજીન પર કામ કરવું દરેક વ્યક્તિ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે, ખાસ કરીને એવા બાળકો અને વયસ્કો માટે કે, જેઓ રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડિત છે.

બાળકોની નિંદ્રા વધુ સારી બનાવવા માટે આ વસ્તુઓથી મળશે મદદ

બૅડ ટાઇમ રુટિનને અનુસરો-

આમાં સામેલ છે, ગરમ પાણીથી નહાવું કે શૉવર લેવો, હળવું સંગીત સાંભળવું, ઊંડા શ્વાસ લેવા કે હળવા સ્ટ્રેચિંગ જેવી પ્રવૃતિઓ અથવા એવી કોઇ પણ વસ્તુ કે જે તમારા બાળકને તણાવમુક્ત અને શાંત મહેસૂસ કરાવે.

રાત્રે તેજ રોશની અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો વપરાશ સીમિત કરવો-

સાંજ પડયે ઘરમાં મંદ અને શીતળતા આપે એવા રંગની રોશની કરવી. ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાંથી નીકળતી તીવ્ર અને ભૂરી લાઇટને ઓછી કરી દેવી અને જો તમારા ડિવાઇસમાં ‘નાઇટ સૅટિંગ’ હોય તો એને ઑન કરી દેવું. નિષ્ણાતોની સલાહ માનીએ તો, ઊંઘવાના ઓછામાં ઓછા એક કલાક અગાઉ તમારે ટી.વી., મોબાઇલ વગેરેના સ્ક્રીનથી દૂર થઇ જવું જોઇએ અને આંખોને આરામ આપવો જોઇએ.

સ્લીપ શેડ્યુલને નિયમિત રાખો-

દરરોજ સૂવાનો સમય સુનિશ્ચિત કરો. લગભગ એક જ સમયે સૂવા જવું અને નક્કી કરેલા સમયે ઉઠી જવું. આમ કરવાથી, ‘સર્કેડિયન રિધમ’ કે જેને શરીરની આંતરીક ઘડિયાળ પણ કહે છે, એને રીસેટ કરવામાં મદદ કરે છે. જેથી શરીરમાં મેલૅટોનિન (નિંદ્રાસંબંધી હૉર્મોન)નો સ્ત્રાવ પણ દરરોજ સાંજે સમયસર થાય છે.

રુમ ટૅમ્પરેચરને યોગ્ય રીતે જાળવો-

તમારા સૂવાના ઓરડામાં ઠંડક, શાંતિ અને અંધારું રાખો. જો આસપાસના ઘોંઘાટ અને રોશનીને તમે રોકી શકો એમ નથી તો, તમારા બાળકને ઇયરપ્લગ તથા સ્લિપ માસ્ક પહેરાવવાનું રાખો. બૅડરુમને ઠંડો રાખવા માટે ઍરકંડીશન અથવા તો પંખો ચાલુ રાખવો.

પૂરતી ઊંઘ લો-

શાળાએ જતા બાળકોને રોજ રાત્રે લગભગ 9 થી 12 કલાકની ઊંઘ જોઇએ છે, જ્યારે પુખ્ત વયની વ્યક્તિઓને લગભગ 8 થી 10 કલાકની ઊંઘ પૂરતી હોય છે. અત્રે નોંધ લેવી જોઇએ કે, કેટલાક બાળકો અને કિશોરોને અન્યોની સરખામણીએ વધારે સમય ઊંઘવાની જરુર પડતી હોય છે, એટલે જે લોકો મહદ્અંશે થાકેલાં-પાકેલાં રહેતાં હોય તો સમજી લેવું કે કદાચ એમની ઊંઘ પૂરી નથી થઇ!

સવારે ઉઠયાં બાદ તરત થોડી વાર તડકામાં બેસો-

સવારે ઉઠયાં પછી તરત જ સૂરજના કુમળાં કિરણોને જોવાથી તમારા મગજ સુધી એવો સંદેશો પહોંચે છે કે, હવે મેલૅટોનિન હૉર્મોનનું ઉત્પાદન ધીમું કરવાનો અને દિનચર્યા માટે તરોતાજા થઇ જવાનો સમય આવી ગયો છે.

કૅફીનના સેવનથી બચો-

નિષ્ણાતોની સલાહ મુજબ, નાના બાળકોને કૅફીન આપવું જોઇએ નહિ. પુખ્ત વયની વ્યક્તિઓ થોડી માત્રામાં કૅફીન લઇ શકે છે.(દરરોજ 100 મિલીગ્રામ કે 1 કપ કૉફીથી વધારે નહિ), પરંતુ બધા લોકોએ, બપોરે 3 વાગ્યા પછી કૅફીન ન લેવું વધુ હિતાવહ છે.

બપોરની નિંદ્રા (નૅપ) સીમિત કરવી-

જયાં સુધી તમને એવું લાગે નહિ કે બાળકને નૅપની ખરેખર જરુર છે, ત્યાં સુધી એને બપોરે ઊંઘાડો નહિ. જો દિવસ દરમિયાન તમે એને પરાણે ઊંઘાડશો તો બાળકને રાત્રે ઊંઘ આવવામાં ઘણી તકલીફો થઇ શકે છે અને પરિણામે, એ મોડી રાત સુધી જાગ્યા કરે છે.

વ્યાયામ કરો-

વ્યાયામ કરવાથી રાત્રે સારી ઊંઘ આવે છે એ ખરું પરંતુ, મોડી સાંજે કરવામાં આવેલો વ્યાયામ તમારી રાતની નિંદ્રામાં ખલેલ પહોંચાડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તમારા લગ્ન સફળ થાય તેવું ઇચ્છો છો? આ ટિપ્સને જરૂરથી અનુસરો.

આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક