Ahmedabad News/ ગુજરાતભરના એન્ટ્રી ઓપરેટરો પર ITની લાલ આંખ, તમામ એન્ટ્રીની તપાસ

અમદાવાદ જ નહી દેશભરમાં એક્ટિંવ એન્ટ્રી પ્રોવાઈડર અને ડેટા ઓપરેટર કરોડો રૂપિયાની હેરાફેરી કરતા હોય છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : DRI અને ગુજરાત ATSની ટીમે ચારેક મહિના પહેલા પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં દરોડા પડ્યા હતા. જેમાં અમદાવાદના ઘણા પૈસાદારોના રૂપિયા ફેરવતા મહેન્દ્ર શાહ અને તેના દિકરા મેઘ શાહના બંધ ફ્લેટમાંથી કરોડોની રોકડ રકમ અને સોનાના દાગીના મળ્યા હતા. બાદમાં દેશભરના એન્ટ્રી ઓપરેટર અને ડેટા પ્રોવાઈડરની IT દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.મહેન્દ્ર શાહ કેસની તપાસ દરમિયાન જ એજન્સી દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી મહેન્દ્ર શાહની પુત્રીને ઝડપી લેવામાં આવી હતી.તે સિવાય મહેન્દ્ર શાહના મુંબઈના સાગરીતની પણ પૂછપરછ કરાઈ હતી.

મહેન્દ્ર શાહ પુત્ર સાથે કોના રૂપિયા ફેરવતા હતા તેની તપાસ ચાલી રહી છે. જેમાં પિતા પુત્ર માટે ઘણાં એન્ટ્રી ઓપરે્ટરો અને ડેટા પ્રોવાઈ઼ડર કામ કરતા હોવાની શંકા છે. જેને આધારે તપાસ ચાલી રહી છે.જેમાં લોકોના બ્લેક મની વ્હાઈટ કરી આપવામાં આવતા હોય છે તેની પણ તપાસ ચાલી રહી છે.બીજીતરફ ફક્ત અમદાવાદ જ નહી દેશભરમાં એક્ટિંવ એન્ટ્રી પ્રોવાઈડર અને ડેટા ઓપરેટર કરોડો રૂપિયાની હેરાફેરી કરતા હોય છે. આ તમામ એન્ટ્રી ઓપરેટરોની મોડસ ઓપરેન્ડીનો અભ્યાસ કરીને અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

મોટા કરતાદાઓના રિટર્ન અને રંફંડ માટેના ક્લેમમાં ઘણો તફાવત હોવાથી અને જુના રિટર્ન કરતા વધારે તફાવત હોય તેવા રિટર્નને આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સની મદદથી શોદી કાઢવામાં આવ્યા હતા.જેમાં એક સાથે 150 સ્થળે દરોડા પાડીને કરચોરીની જુદી જુદી મોડસ ઓપરેન્ડી શોધી કા઼ઢી હતી.તે સિવાય ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના બેન્ક કાઉન્ટ મહિને પાંચથી છ હજાર રૂપિયામાં ભાડેથી લેવાના તથા તેના ખાતામાં કરોડો રૂપિયાની એન્ટ્રી પાડવાની કામગીરી એન્ટ્રી ઓપરેટરોએશરૂ કરી હતી. ઉપરાંત જનધન યોજના અંતર્ગત જીરો બેલેન્સમાં જે એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા તેમાંઆ ટોળકીએ કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ પ્રકારના 3 લાખ બેન્ક એકાઉન્ટ ઈન્ક્મટેક્સના અધિકારીઓના રિપોર્ટને આધારે બંધ કરવામાં આવ્યા હતા.

ફક્ત અમદાવાદ જ નહી ગુજરાતભરમાં જ્વેલર્સ, ડોક્ટર, નોટા બિલ્ડરો, વેપારીઓ તથા ઉદ્યોગપતિઓના બલ્કમની ચટોક્કસ એન્ટ્રી ઓપરેટરો દ્વારા સેટ કરી આપવામાંઆવતા હતા. આ એન્ટ્રી ઓપરેટર અને ડેટા પ્રોવાઈડર કમિષન લઈને શેરબજાર તથા અન્ય જુદી જુદી જગ્યાએ રોકાણ કરીને તેને વ્હાઈટ કરી આપતા હતા.તે સિવાય ઈન્ક્મટેક્સની ટીમે અમદાવાદના સૌથી મોટા એન્ટ્રી ઓપરેટર અને ડેટા પ્રોવાઈડર સંજય શાહના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં 20 કરોડ રૂપિયા રોકડા શોધી કાઢ્યા હતા. તમાસમાં સંજય શાહ અને તેની ટીમના લોકો કરોડો રૂપિયા શેરબજારમાં ફેરવતા હોવાની માહિતી મળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વીજ વિતરણ કંપનીઓની બિલિંગ સેવાઓમાં ક્રાંતિ લાવતુ સ્માર્ટ મીટરિંગ

આ પણ વાંચો:જામનગર શહેરમાં સ્માર્ટ મીટર મામલે ‘આપ’ નું કલેક્ટરને આવેદન

આ પણ વાંચો:સ્માર્ટ મીટરના વિરોધની ઝાળ સૌરાષ્ટ્ર સુધી પહોંચી, સુરેન્દ્રનગરમાં પણ ભારે વિરોધ