Mahesana News/ મહેસાણામાં ત્રીજા ધોરણની બાળકીને અડપલા કરનારા આચાર્યને આજીવન કેદની સજા

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ત્રીજા ધોરણમાં ભણતી બાળકી સાથે છેડતી કરવાના કેસમાં આજે કડી તાલુકાની એક શાળાના આચાર્યને પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

Gujarat Others Breaking News

Mahesana News: મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ત્રીજા ધોરણમાં ભણતી બાળકી સાથે છેડતી કરવાના કેસમાં આજે કડી તાલુકાની એક શાળાના આચાર્યને પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના 2023 ની છે, જ્યારે આચાર્ય અરવિંદ પટેલે ત્રીજા ધોરણમાં ભણતી છોકરીને ભણવાના બહાને શાળાના એક રૂમમાં બોલાવી હતી.

આચાર્યએ છોકરીને પોતાના ખોળામાં બેસાડી અને તેના ગુપ્તાંગની સ્પર્શી છેડતી કરી હતી. આ દરમિયાન છોકરી રડવા લાગી. આચાર્યએ તેને ધમકી આપી, પરંતુ છોકરી ડરના માર્યા રિસેસ દરમિયાન ઘરે ગઈ.

તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તેના પરિવાર સાથે રહેતી અને ત્રીજા ધોરણમાં ભણતી નવ વર્ષની બાળકી તેના ઘરેથી ગામની પ્રાથમિક શાળામાં ભણવા ગઈ હતી. જ્યાં, શાળાએ જતાની સાથે જ, શાળાના આચાર્યએ તેને ભણવાના બહાને શાળાના એક રૂમમાં બોલાવી અને તેનું શારીરિક શોષણ કર્યું. બપોરે, છોકરી ડરના માર્યા ઘરે જતી રહી હતી.

પ્રાથમિક શાળાના આધેડ વયના મુખ્ય શિક્ષક અરવિંદ પટેલ (રહે. મધુવન સોસાયટી, કડી) એ છોકરીને ભણવાના બહાને શાળાના એક રૂમમાં બોલાવી. તેણે છોકરીને પોતાના ખોળામાં બેસાડી તેનું જાતીય શોષણ કર્યું અને તેના ગુપ્તાંગને સ્પર્શ કર્યો.

જ્યારે છોકરી રડવા લાગી, ત્યારે મુખ્ય શિક્ષકે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો અને ધમકી આપી, પરંતુ ત્રીજા ધોરણની વિદ્યાર્થીની ડરના કારણે શાળામાં કંઈ બોલી નહીં અને રિસેસ સમયે ઘરે ગઈ. જ્યારે તે ઘરની અંદર રડવા લાગી, ત્યારે તેના પરિવારના સભ્યોએ તેને પૂછ્યું, જ્યાં વિદ્યાર્થીનીએ તેના માતાપિતાને આખી સત્ય જણાવ્યું.

પોલીસે POCSO હેઠળ મુખ્ય શિક્ષકની ધરપકડ કરી હતી. છોકરીના માતાપિતા તેને સારવાર માટે કડીની કુંડલ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને કડી પોલીસને જાણ થતાં, તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. સોલંકી સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પરિવારના નિવેદનના આધારે, આચાર્ય અરવિંદ પટેલ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી, પૂછપરછ કરવામાં આવી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત આચાર્યને 21 હજારનો દંડ કરવામાં આવ્યો હતો અને ભોગ બનનાર બાળકીને 50,000 રૂપિયા ચૂકવવા હુકમ પણ કરવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિસનગરના ખદલપુર ગામે ડબ્બા ટ્રેડિંગનું ગેરકાયદે નેટવર્ક ઝડપાયું, ત્રણની ધરપકડ, ત્રણ ફરાર

આ પણ વાંચો: મહેસાણામાં વધુ એક શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું

આ પણ વાંચો: મહેસાણામાં ફરી પાછું ઝડપાયું ડબ્બા ટ્રેડિંગ, ત્રણની ધરપકડ 10 ફરાર