Lifestyle/ શ્રાવણના ઉપવાસમાં ખાઓ આ વિશેષ પ્રકારના લાડુ, બદલાતી ઋતુમાં પણ શરીરને મળશે ફૌલાદી તાકાત, આ રીતે કરો તૈયાર…

શ્રાવણ મહિનામાં ખાઇ શકાય એવા ખજૂરના લાડુ તમે સરળતાથી ઘરે જ બનાવી શકો છો. આ લાડુ સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયક હોય છે. અહિં દર્શાવેલી રીત પ્રમાણે, થોડી જ મિનિટોમાં, તમે એને આસાનીથી તૈયાર કરી શકો છો.

Trending Tips & Tricks Food Health & Fitness Lifestyle

LIFESTYLE: શ્રાવણનો પવિત્ર મહિનો શરુ થઇ ચૂક્યો છે. આ માસ દરમિયાન, શ્રદ્ધાળુઓ પૂજા-પાઠની સાથે નિત્ય શિવજીનો જળાભિષેક પણ કરે છે. આ ઉપરાંત, કેટલાય ભક્તો આ પાવન માસમાં દર સોમવારે તથા શ્રાવણની શિવરાત્રિના દિવસે ઉપવાસ પણ રાખે છે. એવામાં જો તમે પણ આ રીતે ઉપવાસ કરતા હો તો, અમે તમારા માટે ખજૂરના લાડુની એવી વિશેષ રેસિપી લઇને આવ્યા છીએ, જેને તમે ઘરે જ આસાનીથી બનાવી શકો છો. આ લાડુના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે તથા ઉપવાસ દરમિયાન, શરીરમાં ઊર્જા જળવાઇ રહે છે.

ખજૂરના લાડુ ખાવાથી શું થાય છે?

ખજૂરના લાડુ સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે. એમાંથી ફાઇબર, આયર્ન, કૅલ્શિયમ તથા કેટલાય પ્રકારના ઍન્ટિ-ઓક્સિડન્ટ્સ પ્રાપ્ત થાય છે, જે શરીરને ત્વરિત ઊર્જા પ્રદાન કરે છે. ઉપવાસ દરમિયાન, કેટલાક લોકો અશક્તિ પણ અનુભવે છે, એવામાં આ લાડુને ખાવાથી શરીરને ત્વરિત ઍનર્જી મળે છે.

ખજૂરના લાડુ બનાવવાની સામગ્રી

1 કપ ખજૂર
1 મોટી ચમચી કાજુ
1/2 ચમચી બદામ
થોડા પિસ્તા
2 ચમચી નારિયેળનું છીણ
2 ચમચી દેશી ઘી
1/2 ચમચી ઇલાયચી પાઉડર

સ્વાદિષ્ટ ખજૂરના લાડુ બનાવવાની રીત

ખજૂરના લાડુ બનાવવા માટે સૌપ્રથમ 1 કપ ખજૂર લો અને એના ઠળિયાં કાઢી નાખો. હવે નૉન-સ્ટિક પૅનમાં ઘી ગરમ કરો. પછી સમારેલા ડ્રાયફ્રુટ્સ નાખીને હળવા શેકી લો. ત્યારબાદ પૅનમાં ખજૂર નાખો અને 5 થી 7 મિનિટ સુધી એને શેકી લો. આ દરમિયાન, મિશ્રણને સતત હલાવતા રહીને એક નરમ લચકા જેવું બનાવી લો. હવે એમાં નારિયેળનું છીણ તથા ઇલાયચી પાઉડર નાખીને સારી રીતે મિક્સ કરી લો. જ્યારે આ મિશ્રણ ઠંડુ થઇ જાય ત્યારે હથેળીમાં થોડું ઘી લગાવીને ઇચ્છાનુસાર લાડુ બનાવી લો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ વખતે શ્રાવણ ઉપવાસમાં ફલહારી સાબુદાણા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો, તમને પુષ્કળ ઉર્જા મળશે.

આ પણ વાંચો:શું તમે પણ ચોમાસામાં કોબીજ અને ફુલાવર ખાઓ છો? આ 5 ટિપ્સ અંદર છુપાયેલા જંતુઓ તરત જ દૂર કરશે