Surendranagar News : નિવૃત DySP સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી નિધન થયું છે. એક સમયે ક્રાઈમની દુનિયામાં તેમનું નામ પડતા જ ગુનેગારો ધ્રુજવા લાગતા હતા. . રાજકોટ અને સૌરાષ્ટ્રના પોલીસ ઇતિહાસમાં એવું જ એક નામ સુખદેવસિંહ ઝાલાનું હતું. એક સમયે ક્રાઈમની દુનિયામાં તેમનું નામ પડતું તો ગુનેગારો રીતસર ધ્રૂજતા હતા. જોકે, ત્યારબાદ તેમણે સાધુ વેશ ધારણ કર્યો હતો. સૌરાષ્ટ્રની અપરાધી આલમમાં ખોફ હતો. તેમણે આ ફાની દુનિયાથી આજે રવિવારે વહેલી સવારે અંતિમ વિદાય લીધી હતી. તેમના ગાયત્રી પરિવાર દ્વારા એમની શાસ્ત્રોક વિધી અનુસાર પરિવારજનોની હાજરીમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. સવારે સ્નાન કરીને આવ્યા બાદ અચાનક હૃદયરોગનો હુમલો આવતા એમનું આકસ્મિક અવસાન થયુ હતું.
પોલીસ ડિપાર્ટમેન્ટમાં પ્રમાણિક અને કર્તવ્ય નિષ્ઠા સાથે પોતાની અલગ જ ઓળખ ઉભી કરનાર નિવૃત DySP સુખદેવસિંહ ઝાલાએ પોતાના મૃત્યુ બાદ દેહદાન કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.નિવૃત થયા બાદ છેલ્લા દસેક વર્ષથી વેદ માતા ગાયત્રી માતાજીની ઉપાસના અને તેમના વતન ઝમર ખાતે અસંખ્ય વૃક્ષનો ઉછેર કરવાની લોક ઉપયોગી પ્રવૃતિ પોતાનો જીવન મંત્ર બનાવ્યો હતો.
ગુનેગારોમાં કડક સુખદેવસિંહ ઝાલાની નિવૃત્તિના અંતિમ દિવસે DySP તરીકે બઢતી મળી હતી અને સરકાર દ્વારા તેમના કામની કદર કરી બે વર્ષ સુધી એકટેન્શન આપવામાં આવ્યું હતું. તેઓએ પીએસઆઇ તરીકે કારર્કિદીની શરૂઆત કર્યા બાદ પોરબંદર, ખંભાળિયા અને જસદણ પંથકમાં ફરજ બજાવી હતી. કાદવમાં ખીલતા કમળને કયારેય કાદવ ન લાગે તેમ સુખદેવસિંહ ઝાલા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પ્રમાણિક અને કર્તવ્ય નિષ્ઠા સાથે ફરજ બજાવી હોવાતી તેઓએ સારી એવી લોકચાહના મેળવી હતી. કડક અધિકારીની છાપ ધરાવતા હતા ગુનેગારો ગામ છોડી ને ભાગી જતા હતા
જામ ખંભાળિયા અને પોરબંદર વિસ્તાર તે સમયે દાણચોરી માટે કુખ્યાત બન્યો હતો. પરંતુ સુખદેવસિંહ ઝાલા પોરબંદર અને ખંભાળિયામાં પોસ્ટિંગ થયાનું જાહેર થતાની સાથે જ દાણચોરી સાથે સંકળાયેલા માથાભારે શખસો ગામ છોડી દેતા અને તેનો બે નંબરનો ધંધો સંકેલી લેતા હતા. અને ઘાતક હથિયારનો ઢગલો થઇ ગયો હતોસલાયા ખાતે એક પોલીસ અધિકારી સ્ટાફના ત્રણ જવાન સાથે હથિયાર અંગે દરોડો પાડવા ગયા ત્યારે તે પોલીસ અધિકારીને ત્રણ પોલીસ કર્મચારીની હાજરીમાં માથાભારે શખસે લાફો મારી દીધો હતો.
ત્યારબાદ બીજા દિવસે સુખદેવસિંહ ઝાલા સલાયા ગયા હતા અને પોલીસ અધિકારી પર હુમલો કરનાર ૧૫ શખસો સામેથી હાજર થવા ફરમાન કરી લાલ આંખ કરી ત્યા તો ગણતરીની મિનિટોમાં તમામ શખસો હાજર થઈ ગયા હતા. ત્યારબાદ સુખદેવસિંહ ઝાલાએ ત્યાં પોતાની લાકડીથી ગોળ કુંડાળું કરી જેઓની પાસે ગેર કાયદેસર હથિયાર હોય તેઓ સામેથી જમા કરી દેવાનો અનુરોધ કરતાની સાથે ઘાતક હથિયારનો ઢગલો થઇ ગયો હતો. તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સુખદેવસિંહ ઝાલાની ટેક્નિકલ કારણોસર અટકેલી ફરજ દરમિયાન હકની રકમનો ઓન ધ સ્પોટ નિવેડો લાવ્યા હતા અને નિવૃતિના અંતિમ દિવસે ડીવાયએસપી તરીકે પ્રમોશન મળતા તેઓની વધુ બે વર્ષ સુધી સેવા આપવા એકટેન્શન આપ્યું હતું.
નિવૃત થયા બાદ સુખદેવસિંહ ઝાલા હરિદ્વાર ખાતે શાંતિ કુંજ ખાતે વેદ માતા ગાયત્રીની ઉપાસના કરી હતી અને તેમના ગુરૂદેવના આદેશ અનુસાર તેમના વતન લખતર ખાતેના ઝમર ખાતે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ અને ઉછેર કર્યો છે.સુખદેવસિંહ ઝાલાએ પોતાના મૃત્યુ બાદ મૃતદેહને જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજને સોંપી દેતો દેહદાનનો સંકલ્પ જાહેર કર્યો હતો. જામનગરની બેડમિન્ટન સોસાયટીમાં પ્રતાપ પેલેસની બાજુમાં ‘સજલ શ્રધ્ધા’માં રહેતા નિવૃત એસીપી સુખદેવસિંહ હનુભા ઝાલાને કરેલા સંકલ્પ પત્રમાં જણાવ્યું છે કે, તેમના મૃત્યુ બાદ પરિવારે રોકકળ કરવાની નથી,
ખરખરો કરવાનો નથી, કોઇ એ બેસણું રાખવાનું નથી, કોઇએ શોક રાખવાના નથી, મુંડન શુધ્ધીકરણ. બારમું. સરાવવાની વિધી બાદ મૃતદેહને જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજને સોંપી દેતો દેહદાનનો સંકલ્પ જાહેર કર્યો હતો. મોરબીમાં પણ તેમણે psi તરીકે ફરજ બજાવી છે મોરબીની પ્રજા આજે પણ તેમને યાદ કરે છે.
આ પણ વાંચો:રાજકોટ રેન્જના સાયબર ક્રાઇમ સંબંધી ગુનાહ ઉકેલવામાં સાયબર પોલીસ સ્ટેશન મહત્વની ભૂમિકા ભજવશે!
આ પણ વાંચો:રાજકોટ : આધારકાર્ડમાં નામ-સરનામાં બદલવાનું કૌભાંડ, 6 શખ્સો ઝડપાયા
આ પણ વાંચો:રાજકોટના રીબડા ગામે મોડી રાત્રે ફાયરિંગની ઘટના, પોલીસ તપાસમાં લાગી
