Lifestyle/ બહાર લટકતા પેટને અંદર કરી દેશે, પીઓ નિષ્ણાંતે સૂચવેલું આ પીણું, ફક્ત 3 વસ્તુઓને મિક્સ કરવાથી ઘરે બેઠા થઇ જશે તૈયાર!

બૅલી ફૅટ અર્થાત્ પેટના ઘેરાવામાં વધારો કરતી ચરબીને કઇ રીતે ઓછી કરી શકાય, એ અંગે નિષ્ણાતે મહત્વની જાણકારી આપવાની સાથોસાથ, સરળ ઘરગથ્થું નુસખો પણ સૂચવ્યો છે.

Trending Tips & Tricks Food Lifestyle

Lifestyle: સ્થૂળતાથી પીડાતા લોકોને, મહદ્અંશે જિમમાં જવાની કે પછી ડાયૅટ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આજની આ દોડધામભરી જીવનશૈલીમાં સ્ટ્રિક્ટ ડાયૅટ કરવાનું કાર્ય ઘણું મુશ્કેલ લાગે છે. વળી, જિમમાં જઇને કસરત કરવા માટે સમય ફાળવવો એ પણ સરળ રહ્યું નથી. એવામાં આયુર્વેદ અને યૂનાની મેડિસિન નિષ્ણાતની સલાહ મુજબ, ઘરમાં જ રહેલા કેટલાક મસાલાનું સેવન કરવામાં આવે તો બૅલી ફૅટને ચોક્કસપણે ઓછી કરી શકાય છે. પેટ પર જામેલી જીદ્દી ચરબીને ઓગાળવા માટે હવે તમારે બહુ મથામણ કરવાની જરુર નથી, જરુર છે ફક્ત ડૉક્ટર દ્વારા સૂચિત આ ફૅટ લૉસ ડ્રિન્ક (Fat Loss Drink) પીવાની! આ પીણું બનાવવા માટે ફક્ત 3 વસ્તુઓની જ આવશ્યકતા રહેશે અને તમે એને ઘરે જ સરળતાથી બનાવી શકશો. તો આવો જાણીએ કે, શરીરની વધારાની ચરબીનું દહન કરવામાં જાદુઇ નીવડે એવા આ 3 મસાલા કયા-કયા છે?

ઘરે બેઠા કેમ ઘટાડશો પેટનો ઘેરાવો (Belly fat)

આ ફૅટ લૉસ ડ્રિન્ક (Fat Loss Drink)ને જાતે બનાવવા માટે તમને વરિયાળી, જીરું અને ધાણાના બીજ (Coriander Seeds) ની જરુર પડશે. આ ત્રણેય મસાલા પાચનને સ્વસ્થ રાખે છે અને મૅટાબોલિઝમ (ચયાપચયની ક્રિયા)ને સુચારુ રાખવામાં મદદ કરે છે, જેથી વધારાની ચરબીનું ઓગળી જાય છે. આ પીણું બનાવવા માટે વરિયાળી, જીરું અને ધાણાને સરખા ભાગે લઇને પીસી લો. આ રીતે તૈયાર મિશ્રણમાંથી એક ચમચી પાઉડર એક ગ્લાસ પાણીમાં નાખીને, 10 મિનિટ ઉકાળ્યાં બાદ ઠંડુ કરીને, તમે પી શકો છો.

શ્રેષ્ઠ પરિણામો માટે, સવારે નરણા કોઠે અથવા તો પછી રાત્રિભોજન બાદ, તમે આ ફૅટ લૉસ ડ્રિન્ક પી શકો છો. એનાથી પેટ ફૂલવાની સમસ્યા પણ દૂર થાય છે, જમવાનું સારી રીતે પચી જાય છે ઉપરાંત, પેટ ઓછું થાય છે એ તો નફામાં!

આ ડ્રિન્ક પણ છે અસરકારક

મધ અને લીંબુપાણી (Lemon Juice) પીવાથી પણ શરીરની વધારાની ચરબીનું દહન થઇ શકે છે. એનાથી મૅટાબોલિઝમ (ચયાપચયની ક્રિયા) સક્રિય બને છે અને એ વધારાની ફૅટને બાળવામાં પણ મદદરુપ થાય છે. ઉપરાંત, બીજો ફાયદો એ છે કે તે પીવાથી શરીરને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ પણ પ્રાપ્ત થાય છે. અન્ય પીણાની વાત કરીએ તો, તજની ચા પીવાથી પણ વજન ઓછું થઇ શકે છે. જે લોકો બહાર લટકતી ફાંદથી હેરાન-પરેશાન થઇ ગયા છે, એ લોકોએ આ તો ખાસ કરીને ચાનું સેવન કરવું જોઇએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ વખતે શ્રાવણ ઉપવાસમાં ફલહારી સાબુદાણા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો, તમને પુષ્કળ ઉર્જા મળશે.

આ પણ વાંચો:શું તમે પણ ચોમાસામાં કોબીજ અને ફુલાવર ખાઓ છો? આ 5 ટિપ્સ અંદર છુપાયેલા જંતુઓ તરત જ દૂર કરશે