Kachchh News: કચ્છની નબળી નેતાગીરીને કારણે લગાડતું શિક્ષણ. છ ધારાસભ્યો અને એક સંસદ સભ્ય કચ્છના પણ શિક્ષણનો પ્રાથમિક પાયો સુધારવા અસમર્થ હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. કચ્છમાં શિક્ષણનો પાયો વર્ષોથી કાચો રહેતો આવ્યો છે તે સામે જ્યારે જ્યારે અવાજ બુલંદ થયો ત્યારે પ્રયાસો થયા પણ આશા ઠગારી નીવડી ફરી પાછી રજૂઆતોને પગલે સરકારે ભરતી ત્યાં નિવૃતિના નામે 4100 શિક્ષકોની સ્પેશિયલ ભરતીનું આશ્વાસન આપ્યું તેમ છતાં મંજુર મહેકમ પૂરતું થાય તેવું ચિત્ર સપાટી ઉપર નથી આવતું.
કચ્છમાં આગામી સમયમાં 4100 નવા શિક્ષકો આવશે અને જૂના 4160 સહિત 8260 થશેઃ
આમ 9496ના મહેકમ સાથે પણ 1236ની ઘટ કાયમ રહેશે. કચ્છમાં આવેલી 1958પ્રાથમિક શાળાઓ માટે 9496 શિક્ષકોનું મહેકમ મંજુર કરાયું છે. તેમાં આગામી 31 મી જુલાઈના ફેરફાર થશે. જો કે હાલની પરિસ્થિતિ પર નજર ફેરવીએ તો માત્ર 5970 ફરજ પર શિક્ષકો હાજર છે.બીજીબાજુ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના વર્તમાન સમયનાઆંકડા જોતાં સ્પષ્ટ જણાય છે કે, ખાસ ભરતી કરાયા પછી પણ પૂરતા શિક્ષકો ઉપલબ્ધ થઈ શકશે નહીં.
મુંદરા તાલુકાના 317, નખત્રાણા તાલુકાના 542 અને રાપર તાલુકાના 915 શિક્ષકોની ઘટ છે. અને વધારામાં હાલે 5970માંથી 1779છૂટા થવા પાત્ર અને 631જ્ઞાન સહાયક બાદ થતાં માત્ર 4160 શિક્ષકો બચશે સાથે જ મહેકમ ઘટના કારણે 1179શિક્ષકો છૂટા નથી કરાયા તે ઉપરાંત 631જ્ઞાન સહાયકનો સમાવેશ થાય છે.કચ્છમાં હાલે ધો. 1 થી ૫માં 2894 ખાલી જગ્યા પડી છે તે સામે 2500શિક્ષકોની ભરતી થાય તો પણ 394 ખૂટશે તે નરી વાસ્તવિકતા છે.
કચ્છના સ્થાનિક શિક્ષકોની ભરતી ન થવાના કારણે મોટાભાગના શિક્ષકો જિલ્લા બહારના છે. જે પોતાના વતનની નજીકના સ્થળ પસંદગી તરીકે વાગડ વિસ્તારને પસંદ કરતા હોય છે જ્યાં ૧૫૧૪ નો મહેકમ છે. જેની સામે 915શિક્ષકોની ભરતી થશે. ભચાઉ માં પણ 982 ના મહેકમ સામે 544 શિક્ષકોની ઘટ છે. કચ્છના છેવાડાના અબડાસામાં 852 મહેકમ સામે ૫૫૩ની ઘટ અને લખપતમાં 484 સામે 319 ની જેટલી ઘટ છે. મતલબ કે કચ્છમાં નોકરી મળતી હોય તો લઈ લેવી પણ પોતાના વતનથી નજીક પડે તેવી શાળાઓ જ પસંદ કરવી. આમ શિક્ષકોની શિક્ષણ આપવાની ભાવના કેટલી છે? તે નરી આંખે દેખાઈ આવે છે.
એક બાજુ ખાસ ભરતીમાં શિક્ષકો મળવાના છે ત્યારે બીજીબાજુ 1179 શિક્ષકો અને 631 જ્ઞાન સહાયકોને છૂટા કરાશે. તો હાલના 5970 માંથી બચશે માત્ર 4160 તેમાં નવા આવનારા 4170નો બાદ પણ 8260શિક્ષકો બચશે. આમ ખાસ ભરતી બાદ પણ કચ્છમાં 1236 શિક્ષકોની ઘટ કાયમ માટે ઉભી જ રહેશે.
કચ્છમાં ધો.6થી 8માં 1851 ની ખાલી જગ્યા સામે પણ 1600જેટલા શિક્ષકો ની ખાસ ભરતી થશે. આ ખાસ ભરતી બાદ પણ 251ની તો ઘટ નહીં જ પુરાય. તાલુકાવાર ઘટની સ્થિતિ ના આંકડા જોઈએ તો અબડાસા- ૫૫૩, અંજાર- 307, ભચાઉ- 544, ભુજ- 754, ગાંધીધામ- 100, લખપત- 319, માંડવી- 392, જેટલા શિક્ષકો ની ઘટ છે. કચ્છની નબળી નેતાગીરી, વિપક્ષની શિક્ષણ માટેની નબળી રજૂઆતો, શિક્ષણ પ્રેમીઓ સૌ કોઈના પ્રયાસો પણ સરકારને પૂરા શિક્ષકો આપવા માટે તૈયાર કરવામાં સફળ થયા નથી. ભારતના વડાપ્રધાનની દેશના વિકાસની વાતો વચ્ચે અવાર નવાર કચ્છ પ્રત્યેનો પ્રેમ છલકાઈ આવે છે. પરંતુ પાયાના શિક્ષણ વિશે નક્કર કામગીરી કરાઈ હોય તેવું લાગતું નથી. જેથી કચ્છની જનતાને આંદોલનો કરવા પડી રહ્યા છે.

કચ્છની 14 શાળાઓ એવી છે જ્યાં શૂન્ય શિક્ષકો છે અને વિધાર્થીઓ નો અભ્યાસ ચાલી રહ્યો છે. 14 શાળામાં શૂન્ય શિક્ષકબાલવાટિકાથી ધો. 8 સુધીના વર્ગો ધરાવતી 14 પ્રા. શાળામાં એક પણ શિક્ષક નિયુક્ત થયેલ નથી. તાલુકો અબડાસાની સધિરાવાંઢ શાળામાં ધોરણ 5 માં 38 વિધાર્થીઓ, છસરા માં ધો.7 માં 10વિધાર્થીઓ, ત્રંબૌની શાળામાં ધો. 5 માં 18વિધાર્થીઓ, ભચાઉ ની વેરશી વાંઢ શાળામાં ધો.5 માં 16 વિધાર્થીઓ, સુખપર શાળામાં ધો.5 માં 24વિધાર્થીઓ, બાવાજીની વાંઢ માં ધો.5 માં 24 વિધાર્થીઓ, ભુજમાં હાથીસ્થાન અંગ્રેજી માધ્યમ શાળામાં ધો.8 માં 72 વિધાર્થીઓ, લખાબો શાળામાં ધો.5 માં 27 વિધાર્થીઓ, લોરિયાવાડી શાળામાં ધો.5 માં 32 વિધાર્થીઓ, શાળા નં. 14હિન્દી માધ્યમમાં ધો.8 માં 338વિધાર્થીઓ, ગાંધીધામની રોટરીનગર હિન્દી માધ્યમ શાળામાં ધો. 8 માં 223 વિધાર્થીઓ, લખપતની પ્રગડ વાંઢમાં ધો.5 માં 28 વિધાર્થીઓ, તહેરા શાળામાં ધો. 5 માં 12 વિધાર્થીઓ, કચ્છના પેરિસ મુંદરાની ગણેશ મંદિર હિન્દી શાળાના ધો.5 માં 24વિધાર્થીઓ છે. જે શિક્ષક વિહોણા છે.
કચ્છના છ એ છ ધારાસભ્યો ભાજપના છે, સાંસદ સભ્યો પણ ભાજપના છે. રાજ્ય સરકાર પણ ભાજપની છે. બધા જ ભાજપના હોવા છતાં શિક્ષણ વિભાગ માટે કોઈ પણ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ એ વિકાસના બાંગણા ફૂંકી સીટો તો જીત્યા પણ સાચા અર્થમાં વિકાસના પાયો ગણાતો શિક્ષણ અંગે કોઈ નક્કર કે પરિણામલક્ષી કામગીરી કરી જ ન હોવાના લીધે કચ્છનો શિક્ષણનો સ્તર ઉતરતો જાય છે. જો આવુંજ ચાલતું રહ્યું તો આવનારા સમયમાં કચ્છમાંથી આઇએએસ, આઇપીએસ, બેંક અધિકારીઓ નહીં પણ લેબર વર્ગ વધુ નિકળશે આ નગ્ન સત્ય છે.
કચ્છની જનતા તો ઠીક હવે શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ શાળાની બહાર કે ગ્રામ પંચાયત સામે રેલીઓ કાઢી પ્રદર્શન કરી રહ્યા છે કે અમને શિક્ષકો આપો, અમારો શિક્ષણનો બંધારણીય હક મળવો જ જોઈએ. ચૂંટાયેલા નેતાઓને તેની કરાયેલી કામગીરી બદલ આવનારી પ્રજા માફ નહીં કરે આવું લોકોમાં પણ ચર્ચાઈ રહ્યું છે.
@રોહિત પઢિયાર
આ પણ વાંચો:Dubai માં લાખો-કરોડોના ધંધા કરતો ગુજરાતની સરકારી શાળાનો શિક્ષક
આ પણ વાંચો:દ્વારકામાં શિક્ષણમંત્રીએ સરપ્રાઈઝ ચેકિંગ, ભ્રષ્ટાચારનો ફૂટ્યો ભાંડો
