Bhavnagar News: ભાવનગરના ભાજપના નેતા યોગેશ બદાણીની પોસ્ટથી વિવાદ સર્જાયો છે. તેમણે સોશિયલ મીડિયામાં લખી કાઢ્યું હતું કે ભાજપ હટાવો દેશ બચાવો. તેના 13 મિનિટ પછી યોગેશ બદાણીએ પોસ્ટ ડીલીટ કરી હતી. આ વિવાદ બાદ યોગેશ બદાણીએ સ્પષ્ટતા કરી હતી કે સોશિયલ મીડિયા ઓપરેટ કરતાં આવડતું ન હોવાના લીધે ભૂલ થઈ ગઈ હતી. યોગેશ બદાણી ભાવનગર શહેરના ભૂતપૂર્વ ભાજપ પ્રમુખ છે.
તેમણે જણાવ્યું હતું કે હું અગાઉ ભાજપમાં વિવિધ હોદ્દા પર હતો તેમાના એક એકાઉન્ટમાંથી આ પ્રકારનુ ટ્વીટ થયું હતું. મને પણ ખબર ન હતી, પણ મારા એક કાર્યકરે મને ફોન કરીને જણાવ્યું હતું. આના પગલે મેં તરત પોસ્ટ ડીલીટ કરી હતી. હવે સવાલ એ છે કે આ પોસ્ટ મેં કરી ન હતી, પણ મારા પ્રત્યે કોઈ કિન્નાખોરી ધરાવનારે તે કરી હોઈ શકે.
આ ઉપરાંત તેમણે તેમનું આ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયું હોવાની પણ સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હવે આ તપાસનો વિષય છે. હું પોતે પણ તપાસ કરીશ અને તપાસ કરાવીશ પણ ખરો. હું પોતે આટલા વર્ષોથી ભાજપમાં છું, તેથી મને જાણનારાઓને તો ખબર જ છે કે મેં આવી પોસ્ટ કરી ન હોય.
આ પણ વાંચો: Bhavnagar News/મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, ભાવનગર સર ટી હોસ્પિટલમાં સિક્યોરિટી વધારાશે
આ પણ વાંચો: Bhavnagar News/કોન્ટ્રાક્ટના બિલોની મંજુરી માટે 65 હજારની લાંચ લેતા ભાવનગરનો આસીસ્ટન્ટ ઇલેક્ટ્રીક એન્જિનિયર ઝડપાયો
આ પણ વાંચો: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્ક ભરતી કૌભાંડ મુદ્દો ગરમાયો, બેન્ક ડિરેક્ટર અને કર્મચારીઓ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ
