Gandhinagar News/ ગુજરાતમાં ખાતરની અછત દૂર કરવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને મળશે પૂરતું ખાતર

ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝનમાં વાવેતરનું પ્રમાણ ઘટ્યું છે. આ વર્ષે રાજ્યમાં માત્ર 82.35% વિસ્તારમાં વાવેતર થયું છે. ગયા વર્ષે 73.72 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 70.47 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.

Top Stories Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાત (Gujarat) માં ખાતર (Fertilizer) ની અછતના મુદ્દે રાજ્ય સરકારે (State Government) મહત્વના પગલાં લીધા છે. કેન્દ્ર સરકાર તરફથી આવેલા નવા ખાતરના જથ્થાને ખેડૂતો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં દરરોજ 8,000 થી 10,000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો કેન્દ્ર તરફથી મળશે, જેનું વિતરણ જિલ્લાવાર અને તાલુકાવાર સપ્લાય પ્લાન મુજબ કરવામાં આવશે. હાલમાં રાજ્યના વિવિધ કેન્દ્રો પર 1 લાખ મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ છે, જે ખેડૂતોની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતો છે.

રાજ્ય સરકારે ખાતરના વિતરણને લઈને કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે, જ્યાં ખેડૂતો ખાતરની ઉપલબ્ધતા અને વિતરણ સંબંધિત માહિતી મેળવી શકે છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખાતરની સંગ્રહખોરી, કાળા બજારી અને વધુ ભાવે વેચાણ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, જિલ્લા અને તાલુકા કક્ષાએ ખાતરના વિતરણની વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા અધિક કલેકટર કક્ષાના વિશેષ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.

ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝનમાં વાવેતરનું પ્રમાણ ઘટ્યું છે. આ વર્ષે રાજ્યમાં માત્ર 82.35% વિસ્તારમાં વાવેતર થયું છે. ગયા વર્ષે 73.72 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 70.47 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. પાકોની વિગતો નીચે મુજબ છે:ડાંગર: 7.17 લાખ હેક્ટરમાં વાવેતર, જે ગયા વર્ષની તુલનામાં સ્થિર છે.

બાજરી, 1.53 લાખ હેક્ટરમાં વાવેતર.જુવારનું ગયા વર્ષે 15,000 હેક્ટરમાં વાવેતર થયું હતું, જે આ વર્ષે ઘટીને માત્ર 5,000 હેક્ટર થયું છે.જેમાથી કઠોળનું 2.96 લાખ હેક્ટરમાં વાવેતર, ગયા વર્ષે 3.39 લાખ હેક્ટર હતું.મગફળીનું 20.41 લાખ હેક્ટરમાં વાવેતર, જેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આ સાથે તેલીબિયાંનું 25.75 લાખ હેક્ટરમાં વાવેતર, ગયા વર્ષની તુલનામાં વધારો થયો છે.આ સાથેજ કપાસનું 20.35 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.અને શાકભાજીનું 2 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું છે.

રાજ્ય સરકારે ખેડૂતોને જરૂરિયાત મુજબ જ ખાતર ખરીદવા અને સંગ્રહખોરી ટાળવા અપીલ કરી છે. ખાસ કરીને, મગફળી જેવા પાકોમાં નાઈટ્રોજન યુક્ત ખાતર (જેમ કે યુરિયા) નો વધુ પડતો ઉપયોગ ન કરવાની ભલામણ કરવામાં આવી છે. ડાંગરના પાક માટે એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી પાકની ગુણવત્તા અને ઉત્પાદન જળવાઈ રહે.

રાજ્ય સરકારે ખાતરના વિતરણ સંબંધિત ફરિયાદો અને રજૂઆતો માટે રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યા છે. ખેડૂતો આ કંટ્રોલ રૂમ દ્વારા ખાતરની ઉપલબ્ધતા અને વિતરણ અંગેની માહિતી મેળવી શકે છે. આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા રાજ્યની માગણી અનુસાર તબક્કાવાર ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મગફળી ચોરી પર રાઘવજી પટેલનું નિવેદન, કેન્દ્ર સરકાર આ મામલે કાર્યવાહી કરશે

આ પણ વાંચો: કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને આપ્યું આશ્વાસન, પાક નુકસાનીનો સર્વે કરશે

આ પણ વાંચો: અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે શુભારંભ