Banaskantha News/ બનાસકાંઠાના પાંથાવાડામા વિશ્વ આદિવાસી દીવસની ઊજવણી કરાઇ

આદીવાસી સમાજનાં છીનવાયેલા હકો પાછા મેળવવા હાકલ કરવામાં આવી હતી

Gujarat Others

Banaskantha News : બનાસકાંઠાના પાંછાવાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા કક્ષાના આ ઉજવણી કાર્યક્ર્મમા હજારોની સંખ્યામા આદિવાસી ભાઈ બહેનો ઉમટી પડયા હતા. બિરસા મુંડા, એકલવ્ય અને બાબા સાહેબ આંબેડક ની તસવીર પર ફૂલહાર અર્પણ કરવામાંઆવ્યા હતા.

જેમાં આદિવાસી ભાઈ બહેનોએ પરંપરા પહેરવેશ પહેરીને તીર કામઠા ધારણ કરી મોટી સંખ્યામા રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું.જેમાં આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી.

ઉપરાંત આદીવાસી સમાજનાં છીનવાયેલા હકો પાછા મેળવવા હાકલ કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન આદિવાસી સમાજના અનેક આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છમાં લથડિયા ખાતા શિક્ષણને ચલાવવા માટે 4100 વિદ્યાસહાયકોની ભરતી લાભકારક ઠરશે કે કેમ?

આ પણ વાંચો:કચ્છમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો લોક દરબાર: નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા આદેશ

આ પણ વાંચો:ડ્રગ્સ સામે જંગ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે કચ્છમાં કરોડોના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવા ઉપસ્થિત રહેશે