Ahmedabad News/ તાજપુર નજીક માલવાહક રેલવે ટ્રેક પરથી મળી આવેલા હાડપિંજરનો ભેદ ખુલ્યો

પોલીસે બંને આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી હાથ ધરી છે

Gujarat Ahmedabad

Ahmedabad News : તાજપુર નજીક માલવાહક રેલવે ટ્રેક પરથી મળી આવેલા હાડપિંજરનો ભેદ ખુલી ગયો છે. જેમાં રૂપિયાની લાલચમાં બે શખ્સોએ ભેગા મળી મિત્રની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. છ મહિનાથી ગુમ યુવકની લાશ રેલવે ટ્રેક પાસે મળી આવી તપાસમાં આ લાશ મોહિબુલ નાઇબઅલી ઇસ્લામની હોવાનું તપાસમાં ખૂલ્યું હતું.

પોલીસે તપાસ બાદ આ હત્યા કેસમાં આરોપી સંતરામ ગૌતમ અને રોહિતસિંહ ગોડની ધરપકડ કરી હતી. વધુ તપાસમાં આરોપીઓએ મોહિબુલના બુટની દોરી વડે ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. તે સિવાય આરોપીઓએ હત્યા પહેલા મોહિબુલનો મોબાઈલ G-pay નો પાસવર્ડ મેળવી લીધો હોવાનું પણ જણાયું હતું.

ઉપરાંત મૃતક મોહિબુલનું ATM કાર્ડ અને પાસવર્ડ પણ આરોપીઓને મેળવી લીધા હતા. રૂપિયાની લાલચમાં મોહિબુલની હત્યા કરી હોવાનું શકમંદોએ કબૂલ્યું હતું. પોલીસે બંને આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં આત્મહત્યાની ઘટનાઓ યથાવત, સચિનમાં 16 વર્ષીય કિશોરીએ કર્યો આપઘાત, ભાઈ બહેન સાથે ઝઘડો થતાં કર્યો આપઘાત, વિદ્યાર્થીને ઝેરી દવા પીને કર્યો આઘાત, ધોરણ 10ની

આ પણ વાંચો: સુરતમાં પ્રેમીએ દગો કરતાં પ્રેમિકાએ કર્યો આત્મહત્યાનો પ્રયત્ન

આ પણ વાંચો: સુરતમાં સગીરાની ટીનેજર પ્રેમીના ત્રાસથી આત્મહત્યા