Surat News : સુરતમાં વિધિના બહાને દુષ્કર્મ આચરનારા ભુવાની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગઢડાના ભુવાએ અડાજણની મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. તપાસમાં આરોપી ભુવાએ ભાવનગરથી સુરત આવતી વખતે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું. આરોપી ભુવા ગંગારામે લક્ઝરી બસમાં મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું વધુ તપાસમાં બહાર આવ્યું હતું.
એટલું જ નહી ભુવાએ એકથી વધુ વાર દુષ્કર્મ આચર્યું હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ અંગે મહિલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:શાળાઓમાં વાલીઓની જાણ બહાર વિદ્યાર્થીઓની શાળા બદલી દેવાય છે! શિક્ષણ વિભાગે કર્યો ખુલાસો
આ પણ વાંચો:DEOની સૂચનાથી વિધાર્થીઓ લેશે રાહતનો શ્વાસ,શાળાના સમયમાં થશે ફેરફાર
આ પણ વાંચો:સુરતમાં ઝૂલામાં ગળેફાંસો આવી જતા 1 વર્ષની બાળકીનું મોત
