Patan News: પાટણમાં દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગના કિસ્સામાં બે જણ સામે ફરિયાદ નોંધાઈ છે. બંને આરોપીઓએ યુવતીની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ અને પછી તેમનું બ્લેકમેઇલિંગ કર્યુ હતુ. પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આ કેસમાં ભાવેશ ઠક્કર નામના આરોપીની ટકાયત કરી છે. આરોપીએ યુવતીની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યુ છે. આરોપીએ યુવતીના ઘેર જ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન આરોપીએ વિડીયો અને ફોટા પણ પાડ્યા હતા.
આરોપીએ વિડીયો વાઇરલ કરવાની ધમકી આપીને રૂપિયાની માંગ કરી હતી અને યુવતીને તેણે વારંવાર બ્લેકમેઇલ કરી હતી. આરોપી ભાવેશે યુવતી પાસેથી કુલ 21 લાખ રૂપિયા પડાવી લીધા હતા. તેણે યુવતીને મારી નાખવાની ધમકી આપીને વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ ઉપરાંત બીજા આરોપી રાહુલ ઠક્કરે યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ પાટણ જિલ્લાના વડાવલી ગામમાં પ્રેમલગ્નના મુદ્દાને લઈને એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા હોબાળો મચી ગયો હતો. આ પરિવારના સભ્યો, માતા-પિતા, પુત્ર અને પુત્રવધૂએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ પરિવારે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. રાવલ સમુદાયના આ પરિવારનો આરોપ છે કે પ્રેમલગ્ન પછી તેમને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી.
ધમકીઓથી કંટાળીને અને કોઈ રસ્તો ન જોઈને, તેમણે આ છેલ્લું પગલું ભર્યું. ગામલોકોને સામૂહિક આત્મહત્યાના પ્રયાસની જાણ થતાં જ તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી. ચારેય સભ્યોને ચાણસ્માના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેમની ગંભીર હાલત જોઈને તેમને વધુ સારવાર માટે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
હાલમાં, તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળ અને હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પરિવારને ધમકી આપનારા લોકો કોણ હતા અને આ ધમકીઓ શા માટે આપવામાં આવી રહી હતી તે જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે. આમ હજી પ્રેમપ્રકરણનો અંત નથી આવ્યો ત્યાં દુષ્કર્મના કેસની ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો: Patan News/પાટણના સમીમાં દારૂની ડિલેવરીનો વીડિયો વાયરલ, પોલીસનું નામ ખોટું આપ્યાનો ખુલાસો
આ પણ વાંચો: Patan News/પાટણ યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારંભ યોજાયો
આ પણ વાંચો: Patan News/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લાને રૂ.110 કરોડના વિકાસ કામોના પ્રકલ્પોની ભેટ આપશે
