Ahmedabad News/ અમદાવાદમાં ઘોડાસરના પુનિતનગરમાં મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ

દુકાનને AMC દ્વારા વારંવાર ટાર્ગેટ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો, કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News:અમદાવાદ (Ahmedabad) ના ઘોડાસર વિસ્તારમાં આવેલા પુનિતનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવતી ડિમોલિશન કામગીરીથી કંટાળીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે હોબાળો મચાવ્યો છે, જેમાં સ્થાનિક રહીશો દ્વારા AMCની ટીમ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર,પુનિતનગર વિસ્તારમાં AMC દ્વારા ગેરકાયદે બાંધકામો સામે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ દરમિયાન,એક મહિલાએ,જેની દુકાનને AMC દ્વારા વારંવાર ટાર્ગેટ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો, કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. આ ઘટના બાદ મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેમની હાલત હવે સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ AMCની ડિમોલિશન કામગીરીથી ઉદ્ભવેલી હતાશા અને નિરાશાનું પરિણામ હતું. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે AMC દ્વારા તેમની દુકાનને વારંવાર નિશાન બનાવવામાં આવી રહી છે, જેના કારણે તેમનું આજીવિકા દાવ પર મુકાઈ ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં આવતીકાલથી શરૂ થશે ચંડોળા ડિમોલિશન ફેઝ-2

આ પણ વાંચો: અમદાવાદમાં બાપુનગરમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા

આ પણ વાંચો: અમદાવાદ ચંડોળા ડિમોલિશન ફેઝ-2: ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવાયું