Ahmedabad News: ગુજરાત અને રાજસ્થાન બંનેમાં બળાત્કાર માટે દોષિત તથા આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષના આસારામને મેડિકલ ચેક-અપ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તેમની સ્થિતિ ગંભીર છે. તેમની તબીબી તપાસ શરૂ કરવામાં આવી છે. આસારામને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા તે પહેલા તે ઇન્દોરની જ્યુપિટર હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ હતા. આ બતાવે છે કે તેમની સ્થિતિ કેટલી ગંભીર છે.

આસારામની નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં રાખીને રાજસ્થાન હાઇકોર્ટે 8મી ઓગસ્ટના રોજ તેમના જામીન 29મી ઓગસ્ટ સુધી લંબાવ્યા હતા. આ સિવાય ગુજરાતમાં સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે પણ તબીબી આધારે આસારામના જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા હતા. તેના અંગે આગામી સુનાવણી 21 ઓગસ્ટના રોજ થશે. આમ હાઇકોર્ટે આસારામના જામીન ત્રીજી વખત લંભાવ્યા છે. આ પહેલાં ગુજરાત હાઇકોર્ટે 27મી જુને તેમના જામીન 7 જુલાઈ સુધી લંબાવી આપ્યા હતા. તેના પછી ત્રીજી જુલાઈએ જામીન એક મહિનો લંબાવ્યા હતા. હવે મેડિકલ રિપોર્ટ પછી ત્રીજી વખત જમીન લંબાવ્યા છે.

આસારામના વકીલે તાજેતરમાં તેમના છેલ્લા મેડિકલ રિપોર્ટ રજૂ કર્યા હતા. ગુજરાત હાઇકોર્ટે આસારામને જામીન આપતા આદેશમાં જણાવ્યું હતું કે મેડિકલ રિપોર્ટ મુજબ તેમનું ટ્રોપોનિન લેવલ ઘણું ઊંચું છે. આ ઘણી ચિંતાજનક બાબત છે. તેમની સારવાર કરનારા ડોક્ટરોનું કહેવું છે કે આસારામની સ્થિતિ ઘણી ગંભીર છે. કોર્ટે અમદાવાદમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની પેનલ બનાવવા કહ્યું હતું, જે બે કાર્ડિયોલોજિસ્ટનો પણ સમાવેશ થાય છે. તેમનામાં ખાસ કરીને હૃદય સાથે સંલગ્ન તકલીફોનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સુરતની મહિલાએ આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 સુધી આસારામના આશ્રમમાં તેનું શારીરિક શોષણ થયાનો તેણે આક્ષેપ કર્યો હતો. તેણે 2013માં આસારામ સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ પછી ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આસારામના હંગામી જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા,21મીએ વધુ સુનાવણી
આ પણ વાંચો: National News/જેલની બહાર આસારામ ક્યાં રહે છે, જાણો કયા રોગ માટે તેની સારવાર થઈ રહી છે?
આ પણ વાંચો: Narayan sai/આસારામના પુત્ર નારાયણ સાંઈની પાંચ દિવસની જામીન અરજી મંજૂર
