New Delhi News : ગૃહમંત્રી સાથે વલસાડના સાંસદની આગેવાનીમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મીડિયા,સોશિયલ મીડિયા,આઈ.ટી.ના કન્વીનરઓએ શુભેચ્છા મુલાકાત કરી હતી.દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે આજરોજ સંસદ ભવન ખાતે લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે શુભેચ્છા મુલાકાત કરી એમના મતવિસ્તારના વિકાસકાર્યો અંગે ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન મેળવ્યું હતું,

સાંસદ ધવલ પટેલની આગેવાની હેઠળ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે,સોશિયલ મીડિયાના કન્વીનર હિતેશભાઈ સુરતી,આઇ.ટી.ના કન્વીનર ધ્રુવીનભાઈ પટેલે ગૃહ મંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી માર્ગદર્શન મેળવ્યું હતું .
આ પણ વાંચો:ખડગે પર PM Modiનો કટાક્ષ, “લોકોને શું ખબર, દીવો પ્રગટાવવા માટે આપણે કેટલા તોફાનો પાર કર્યા છે”
આ પણ વાંચો:PM Modi પહોંચ્યા ગ્રીસ, ભારતીય વિદ્યાર્થીઓ આપશે અદભૂત પ્રેઝન્ટેશન
