Gandhinagar News/ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-2025 ઉજવણી અન્વયે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાશે સહકારી અગ્રણીઓનો વર્કશોપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા “સહકાર સે સમૃદ્ધિ”ના મંત્રને સાકાર કરવા સંગોષ્ઠિનું અભિનવ આયોજન

Gujarat Gandhinagar

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-2025ની ઉજવણી અન્વયે બુધવાર, 20મી ઓગસ્ટે ગાંધીનગરમાં યોજાનારા સહકારી અગ્રણીઓના વર્કશોપની અધ્યક્ષતા કરશે.2025નું આ વર્ષ “કો-ઓપરેટિવ્સ બિલ્ડ ધ બેટર વર્લ્ડ”ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ ઉજવણી અન્વયે સહકારી ક્ષેત્રના સમાવિષ્ટ, ટકાઉ અને સ્થિતિસ્થાપક માળખા તથા સંગઠનોના નિર્માણનો ધ્યેય રાખવામાં આવેલો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં દેશભરમાં “સહકાર સે સમૃદ્ધિ”ના મંત્ર સાથે આ આંતરરાષ્ટ્રિય સહકારી વર્ષની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીના સંદર્ભમાં રાજ્ય સરકારના સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન અને મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આ વર્કશોપનું આયોજન થયું છે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બુધવાર, 20 ઓગસ્ટના સવારે 11:00 કલાકે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે યોજનાર આ વર્કશોપમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ  શંકર ચૌધરી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ, વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, સહકાર-રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ આ અવસરે ઉપસ્થિત રહેવાના છે.એટલું જ નહીં, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અજય પટેલ, ઇફકોના ચેરમેન  દિલીપ સંઘાણી તેમજ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી પણ આ વર્કશોપમાં સહભાગી થશે.

આ એક દિવસીય વર્કશોપમાં રાજ્યભરની જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કોના ડિરેક્ટરઓ, જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ડિરેક્ટરઓ તેમજ ગુજકોમાસોલ અને ખેતીબેંકના નિયામકઓ અને રાજ્યના સહકારી અગ્રણીઓ પણ જોડાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Weather/ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી

આ પણ વાંચો: Banaskantha News/બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદી આફત, નિકોલ, ઓઢવ, શાસ્ત્રીનગરમાં પાણીનો ભરાવો, તંત્ર નિષ્ફળ