પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંહે પાંચ એકર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂતોની બે લાખ રૃપિયા સુધીની કૃષિ લોન માફ કરવા અને ગરીબ ખેડૂતોને બે લાખ રૃપિયાની નાણાકીય સહાયતા કરવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસે ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે. જેનો અંતે અમલ કરવામાં આવ્યો છે.
