ગુજરાત સરકાર દ્રારા એક મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. સરકાર દ્રારા જાહેરાત કરવામાં આવી છે કે, રાજ્યમાં 5350 શાળાઓ બંધ કરવામાં આવશે. જે શાળા 30 થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી હશે તે તમામ શાળાને બંધ કરાશે. ગુજરાતમાં આવી શાળાની ગણના કરવામાં આવે તો કુલ અંદાજીત 5350 શાળા છે જેમાં 30 કરતા ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં 850 શાળામાં 10 કરતા ઓછા વિદ્યાર્થીઓ છે. 4500 શાળામાં 30 થી ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
સરકાર દ્વારા આવી શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો સાથે સાથે આવી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખી આ તમામ શાળાઓ બંધ કરી, તેને બીજી નજીકની કે અનુકુળ શાળા સાથે મર્જ કરવાનો શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય સાથે જ જાહેર કરવામાં આવ્યો છે.
બંધ કરવામાં આવતી આવી શાળાઓના શિક્ષકોની અન્ય શાળાઓમાં બદલી કરાશે અનેક જગ્યા પર મર્જ કરવામાં આવતી શાળામાં પૂર્વ શાળાનુ અંતર ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની સાનુકુળતા માટે આ વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે ગાડીની વ્યવસ્થા પણ શિક્ષણ વિભાગ દ્વારા કરાશે.
જુઓ સમગ્ર અહેવાલ………..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
