Gujarat News/ કાકરાપારમાં લાંચના ષડયંત્રનો પર્દાફાશ, પોલીસ અધિકારીઓની નાકામી ટ્રેપ

DYSP નિકિતા શિરોયા અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામીત, બંને એસ.સી.એસ.ટી. સેલ, વ્યારા-તાપી, એક ગુનામાં ફરિયાદીના પરિવાર અને મિત્રોને ધરપકડથી બચાવવા તથા હેરાનગતિ ન કરવા બદલ રૂ. 1,50,000/-ની લાંચની માંગણી કરી રહ્યા હતા.

Top Stories Gujarat Others

Gujarat News: એક જાગૃત નાગરિકની હિંમત અને એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)ની તત્પરતાથી લાંચના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો.  DYSP નિકિતા શિરોયા અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામીત, બંને એસ.સી.એસ.ટી. સેલ, વ્યારા-તાપી, એક ગુનામાં ફરિયાદીના પરિવાર અને મિત્રોને ધરપકડથી બચાવવા તથા હેરાનગતિ ન કરવા બદલ રૂ. 1,50,000/-ની લાંચની માંગણી કરી રહ્યા હતા.

ફરિયાદીએ લાંચ આપવાને બદલે એ.સી.બી.નો સંપર્ક કર્યો, જેના પરિણામે કાકરાપાળ પોલીસ સ્ટેશન નજીક એલ એન્ડ ટી કોલોની બહાર જાહેર રસ્તા પર છટકું ગોઠવાયું. આરોપી નરેન્દ્ર ખાનગી ગાડીમાં લાંચ લેવા આવ્યા, પરંતુ શંકા જતાં નાણાં સ્વીકાર્યા વિના ભાગી ગયા. ACB એ આ ઘટનાને ગંભીર ગુનો ગણી તપાસ હાથ ધરી છે.આ ઘટના નાગરિકોની જાગૃતિ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાની હિંમતનું ઉદાહરણ છે. એ.સી.બી.ની આ કાર્યવાહી ભ્રષ્ટાચારીઓ માટે સખત ચેતવણી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભરૂચનાં સરસાડની માધ્યમિક શાળાનો ઈન્ચાર્જ આચાર્ય લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો:સાબરકાંઠામાં પ્રાંતિજ મામલતદાર કચેરીનો મામલતદાર અને ડ્રાઈવર 50 હજારની લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો:દાહોદમાં ચીલાકોટા ગ્રામ પંચાયતનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો