National News/ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફ બાદ એકશનમાં ભારત, 25 ઓગ્સટથી અમેરિકા માટે ટપાલ સેવા બંધ

ભારતે 25 ઓગસ્ટ, 2025 થી અમેરિકાને મોકલવામાં આવતી મોટાભાગની આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી છે. અમેરિકા સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. 800 અમેરિકન ડોલર સુધીના માલ પર કોઈ ડ્યુટી રહેશે નહીં. ગિફ્ટ પર છુટ ચાલુ રહેશે.

Top Stories India

National News:US સરકારે આંતરરાષ્ટ્રીય શિપિંગના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે જેના કારણે ભારતીય પોસ્ટ વિભાગે (Indian Postal Service) 25 ઓગસ્ટ 2025થી અમેરિકા માટે મોટાભાગની આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ અસ્થાયી રૂપે બંધ થઈ જશે.

ટપાલ સેવા અમેરિકાના નિર્ણયને કારણે રહેશે બંધ

સરકારના જણાવ્યા અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) 30 જુલાઈ, 2025ના રોજ એક વિશેષ આદેશ જારી કર્યો હતો. આ આદેશ અનુસાર, $800 સુધીના સામાન પરની ડ્યુટી (Custom Duty) છૂટ નાબૂદ કરવામાં આવી છે. પહેલા, ઓછી કિંમતના માલ ડ્યુટી વિના અમેરિકા આવતા હતા, પરંતુ હવે આવું થશે નહીં. આદેશ મુજબ, 29 ઓગસ્ટ, 2025 થી, અમેરિકા જનારા તમામ સામાન પર ડ્યુટી વસૂલવામાં આવશે, પછી ભલે તેની કિંમત ગમે તેટલી હોય. આ નિયમ ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમી પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ લાગુ કરવામાં આવશે. જો કે, આ નિયમ US$100 સુધીની કિંમતની ગીફ્ટની વસ્તુઓ પર લાગુ થશે નહીં.

અમેરિકા સરકારનો નિર્ણય

અમેરિકી સરકારના નવા નિયમ મુજબ, હવે ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને અમેરિકા કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શન (CBP) દ્વારા માન્યતા પ્રાપ્ત એજન્સીઓને આંતરરાષ્ટ્રીય પોસ્ટલ શિપમેન્ટ (Postal Shipment) પર ડ્યુટી ચૂકવવી અનિવાર્ય છે. સીબીપીએ 15 ઓગસ્ટ 2025ના રોજ થોડા પ્રારંભિક નિયમો જાહેર કર્યા હતા પરંતુ માન્યતા પ્રાપ્ત એજન્સીને ડ્યુટી જમા કરવા અંગેની સંપૂર્ણ વિગતો હજુ સુધી આપવામાં આવી નથી. આ કારણે, USA જવા વાળી ઇન્ટરનેશનલ ટપાલ સેવા (International Postal Service)એ 25 ઓગસ્ટ બાદ પોસ્ટલ ક્ન્સાઈનમેન્ટ સ્વીકારવામાં અસમર્થતા દર્શાવી હતી. તેઓનું કહેવું છે તેઓ નવા નિયમોનું પાલન કરવા માટે ટેક્નીકલી અને ઓપરેશનલી રીતે તૈયાર નથી.

આ ચીજ વસ્તુઓ મોકલી શકાશે

આ માટે પોસ્ટ વિભાગ, 25 ઓગસ્ટથી અમેરિકા જતી તમામ પ્રકારની આંતરરાષ્ટ્રીય પોસ્ટલ શિપમેન્ટ બંધ કરી દેશે. પરંતુ કેટલીક ચીજ-વસ્તુઓ મોકલી શકાશે. તે છે: પત્ર/દસ્તાવેજ અને 100 યુએસ ડોલર સુધીના ગિફ્ટ આઈટમ. ટપાલ સેવાએ કહ્યું છે કે CBP અને યુનાઇટેડ પોસ્ટલ સર્વિસીસ (USPS)થી વધુ જાણકારી બાદ આ સામાન અમેરિકા મોકલશે. પોસ્ટ વિભાગ બધાજ સલંગ્ન લોકો સાથે મળીને કામ કરી રહ્યું છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ટપાલ વિભાગ બહુ જલ્દી અમેરિકા માટે સંપૂર્ણ પોસ્ટલ સેવા ફરીથી શરુ કરવાના પ્રયત્ન કરી રહ્યું છે.

PIB ના અહેવાલ મુજબ, જે ગ્રાહકોએ પહેલાથી જ એવી વસ્તુઓ બુક કરાવી છે જે હવે નવા નિયમો અનુસાર મોકલી શકાતી નથી તેઓ પોસ્ટેજ ચાર્જનું રિફંડ મેળવી શકે છે. વિભાગે અસુવિધા માટે માફી માંગી છે અને શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણ સેવા પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  વ્હાઇટ હાઉસમાં બેઠક પહેલા રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો, ઝેલેન્સ્કીએ કહ્યું- જાણી જોઈને બોમ્બ વરસાવ્યા

આ પણ વાંચો:ઝેલેન્સકીને આંચકો લાગ્યો, રશિયા યુક્રેન યુદ્ધ, ટ્રમ્પ ફરી કર્યો પક્ષ પલટો! ડોનબાસ પ્રદેશ પર સમર્થન!

આ પણ વાંચો:પુતિનને મળ્યા પછી ટ્રમ્પનો સ્વર બદલાઈ ગયો, ‘હવે મારે વિચારવું પડશે…’, રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો વિશે શું કહ્યું?