Relationship/ વર્કિંગ પેરન્ટ્સનો બાળકો સાથેનો સંબંધ શી રીતે સુધરશે, જાણીએ લાઇફ કૉચની ટિપ્સ

માતા-પિતા (Working Parents) મોટાભાગે એમના બાળક (Child) માટે સમય ફાળવી શકતા નથી. એથી બાળક એકલતા મહેસૂસ કરે

Lifestyle Trending Relationships

Relationship: બહાર કામ કરતા માતા-પિતા (Working Parents) મોટાભાગે એમના બાળક (Child) માટે સમય ફાળવી શકતા નથી. એથી બાળક એકલતા મહેસૂસ કરે છે અને માતા-પિતા તથા બાળકો વચ્ચેનું અંતર (Distance) વધતુ જાય છે. આવી પરિસ્થિતિમાં, એક્સપર્ટે દર્શાવેલી ટિપ્સને એકવાર અવશ્ય જાણવી જોઇએ.

બાળકોને કોઇ વસ્તુની જરુર હોય કે ન હોય પરંતુ, પેરન્ટ્સના પ્રેમ અને એમના સમયની તો ચોક્કસપણે જરુર હોય જ છે. ઘણી વાર, વર્કિંગ પેરન્ટ્સ ને એવો ભ્રમ હોય છે કે, તેઓ બાળકોને એમના મનપસંદ રમકડાં લાવી આપશે કે પછી એમની ગમતી ડિશ મંગાવીને ખવડાવી દેશે એટલે ભયો ભયો!! પરંતુ, આવુ બિલકુલ નથી હોતુ, બાળકોના હૈયામાં એના માતા-પિતાનું સ્થાન આવી કોઈ પણ વસ્તુ લઇ શકતી નથી. જો એમનો સમય કે સંભાળ બાળકને ન મળે તો બંને પક્ષ વચ્ચેનું અંતર ગાઢ બનવા લાગે છે. આ અંગે લાઇફ કોચે લાલ સિગ્નલ બતાવીને અમુક એવી ટિપ્સ (Tips) આપી છે કે, જે આ અંતરને ઓછું કરશે અને બાળક તથા તેના પેરન્ટ્સનું બોન્ડિગ (Bonding) વધુ પ્રગાઢ બનશે.

વર્કિંગ પેરન્ટ્સે બાળકો સાથેનો સંબંધ શી રીતે સારો રાખવો

બાળકો સાથેના બોન્ડને વધુ સારો બનાવવા માટે લાઇફ કૉચનું કહેવું છે કે, પેરન્ટ્સ પાસે બાળકો માટે ભલે ઓછો સમય હોય પણ જેટલો મળે એટલો વધારે સમય બાળકો સાથે જ વિતાવવો જોઇએ. એક્સપર્ટનું કહેવું છે કે, બાળકો અને માતા-પિતાને એકસાથે સમય વિતાવવાનું કહેવું અહિંયા એટલે પણ જરુરી બને છે કે, બાળકોને બહાર ફરવા લઇ જનારા પેરન્ટ્સ અડધાથી વધુ સમય તો પોતાના ફોન સાથે ચિપકેલા જોવા મળે છે. માતા-પિતાના આવા વર્તનથી બાળકોમાં કેવળ નિરાશા જ ઉદ્ભવે છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે, આ સમય દરમિયાન પેરન્ટ્સ પોતાનુ કોઇ જ કામ ન કરે અને પૂરેપૂરું ધ્યાન બાળક પર આપે.

બાળકની વાત સાંભળો

બાળકની વાતને મહત્વ આપો, એની સલાહ લો, અને બાળકોને પણ પોતાની વાતમાં સામેલ કરો. એક્સપર્ટ જણાવે છે કે, પેરન્ટ્સે બાળકોની વાતોને ધ્યાનથી સાંભળવી જોઇએ. જો બાળક તમારી સાથે કોઇ વાત શૅર કરે તો, એની અવગણના કરશો નહિં કે પછી એનામાં હીનભાવના (Complex) પેદા થાય એ રીતે તોછડાઇથી વર્તશો નહિં. એની વાતોને ધ્યાનપૂર્વક સાંભળો અને સમજવાની કોશિશ કરો.

પૂછો- કેવો રહ્યો દિવસ?

બાળકને એણે વિતાવેલા દિવસ અંગે આનંદપૂર્વક ચર્ચા કરો. શાળામાં તેણે શું-શું કર્યું અથવા તો મિત્રો સાથે કઇ-કઇ રમતો રમી, શિક્ષકે શું શીખવ્યું અને એને શેનાથી ક્લાસમાં સૌથી વધુ મજા આવી, આવી તમામ બાબતો પ્રેમપૂર્વક પૂછો અને સાથે-સાથે, તમારી દિનચર્યા (Daily Routine) પણ એને જણાવો. આમ કરવાથી, બાળકને મહેસૂસ થશે કે એ તમારી જિંદગી વિશે બધુ જાણે છે એનાથી એને માતા-પિતા સાથે સુરક્ષિત હોવાની ભાવના (Sense of Security)માં વૃદ્ધિ થશે.

નાની-નાની ખુશીઓને પરસ્પર વહેંચો

બાળકની સાથે નાની-નાની ખુશીઓને ઉજવતા શીખો. આઇસક્રીમ ખાવા જાઓ કે પછી બાળકની કોઇ મનપસંદ ડિશ બનાવો! કોઈ પણ બહાના વિના, કોઇ નાની અમથી વાતને પણ એક યાદગાર ખુશીની ક્ષણ (Happy Moments)માં પરિવર્તિત કરી દો. આ ઉપરાંત, બાળકને કોઇ વાયદો (Promise) કર્યો હોય તો એને પણ નિભાવો. આવું કરવાથી, બાળકના માતા-પિતા સાથેના સંબંધના તાર વધુ મજબૂત થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ

આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…