Lifestyle/ અત્યારે જ ડસ્ટબિનમાં ફેંકી દો, દૂર રહો આ ખતરનાક વસ્તુઓથી, જીવનભર સ્વસ્થ રહેશો

લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માટે તમારી જીવનશૈલીમાં નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. ઘરમાં ઉપયોગમાં લેવાતી અમુક ચીજવસ્તુઓ

Trending Tips & Tricks Food Health & Fitness Lifestyle

Lifestyle: લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માટે તમારી જીવનશૈલીમાં નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. ઘરમાં ઉપયોગમાં લેવાતી અમુક ચીજવસ્તુઓ તમને બીમાર કરી શકે છે, તો ચાલો જાણીએ આ અંગે વિસ્તારપૂર્વક-

આજકાલ, ખૂબ જ નાની વયની વ્યક્તિઓને કેટલાય પ્રકારની બીમારીઓ પોતાના ભરડામાં લઇ રહી છે એનું મુખ્ય કારણ છે, ખરાબ જીવનશૈલી અને ખાણી-પીણી! આપણે જાણે-અજાણ્યે એવી ઘણી બધી ભૂલો કરીએ છીએ જેને કારણે, ધીમે-ધીમે આપણા શરીર પર એની નકારાત્મક અસરો પડવા લાગે છે. રોજિંદા જીવનને સરળ બનાવવા માટે લોકો જાત-જાતની વસ્તુઓનો ઉપયોગ કરે છે પરંતુ, ઘણી વાર આ ચીજવસ્તુઓ આપણને બીમાર કરી શકે છે તેથી, એમને સત્વરે હટાવી દેવામાં જ મજા છે! તો ચાલો જાણીશું, આ વસ્તુઓ કઈ-કઈ છે?

રુમ ફ્રેશનર

ઘરથી માંડીને કાર સુધી, વાતાવરણને સુગંધિત બનાવવા માટે લોકો રુમ ફ્રેશનરનો વપરાશ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, લાંબા સમય સુધી એનો ઉપયોગ કરવાથી તમને શ્વાસ લેવામાં તકલીફ, અસ્થમા, એલર્જી વગેરે સમસ્યાઓ થઇ શકે છે. કારણ કે, એ વોલેટાઇલ ઑર્ગેનિક કમ્પાઉન્ડ (VOC), ફૉર્મેલ્ડિહાઇડ તથા સિન્થેટિક સુગંધી દ્રવ્યો ધરાવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઇ શકે છે.

શું કરશો?

કેમિકલયુક્ત રુમ ફ્રેશનરના સ્થાને તમે બેકિંગ સોડા, લીંબુ અથવા એસેન્શિયલ ઓઇલ વગેરે જેવા કુદરતી વિકલ્પો પસંદ કરી શકો છો.

એલ્યુમિનિયમ ફોઇલ પેપર

જમવાનું પેક કરવા માટે લોકો એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરે છે પરંતુ શું તમે જાણો છો કે તમારી તંદુરસ્તી માટે આ જોખમી સાબિત શઇ શકે છે? ગરમ ગરમ ભોજનને એમાં પીરસવાથી અથવા પેક કરવાથી એલ્યુમિનિયમના કણો આહારમાં ભળી શકે છે, જે તમારા શરીરમાં ન્યુરોલૉજિકલ પ્રોબ્લેમ્સ જેવા કે, અલ્ઝાઇમર વગેરેને જન્મ આપી શકે છે.

શું કરશો?

એલ્યુમિનિયમ ફોઇલનો વપરાશ સીમિત કરી દો. ખાસ કરીને, એસિડિક ફૂડ્સ જેવા કે ટમેટાં અને લીંબુ વગેરેને એમાં પેક ન કરો. એના બદલે વૈકલ્પક વસ્તુઓનો ઉપયોગ કરો.

ફલોર ક્લીનર લિક્વિડ

બજારમાં મળનારા મોટાભાગના ફલોર ક્લીનર લિક્વિડમાં એમોનિયા, ફિનાઇલ અથવા અન્ય ટૉક્સિક કેમિકલ હાજર હોય છે. એમની વાસથી માથાનો દુ:ખાવો, ચક્કર અને શ્વાસની તફલીફ ઊભી થઇ શકે છે. ખાસ કરીને, બાળકો અને પાલતુ જાનવરો માટે આ ઘણા હાનિકારક હોય છે.

શું કરશો?

કેમિકલયુક્ત ફલોર ક્લીનર લિક્વિડના સ્થાને ઘરની લાદીને સાફ કરવા માટે, સિરકા તથા બેકિંગ સોડાનું મિશ્રણ અથવા લેમન વોટર જેવા કુદરતી ક્લિનરનો ઉપયોગ કરી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ

આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…