Lifestyle/ પગનો નખ પાકી જાય તે શું કરવુ? ફક્ત 15 દિવસમાં કાળા-પીળા નખનો થશે આયુર્વેદિક ઉપચાર

પગનો નખ પાકી ગયો હોય તો એને 15 જ દિવસમાં સાજો કરવાનો અસરકારક ઘરગથ્થુ ઇલાજ, આયુર્વેદ ન્યુટ્રિશનિસ્ટ દ્વારા જણાવવામાં આવ્યો છે. તોચાલો,

Trending Tips & Tricks Food Health & Fitness Lifestyle

Lifestyle: પગનો નખ પાકી ગયો હોય તો એને 15 જ દિવસમાં સાજો કરવાનો અસરકારક ઘરગથ્થુ ઇલાજ, આયુર્વેદ ન્યુટ્રિશનિસ્ટ દ્વારા જણાવવામાં આવ્યો છે. તોચાલો, એ વિશે જાણીએ વિસ્તૃત રીતે…

ચોમાસાની ઋતુમાં પગના નખમાં ઇન્ફેક્શન થવું એ એક સામાન્ય સમસ્યા છે. પગ ભીના ને ભીના રહેવાથી અથવા સ્વચ્છતાના અભાવે અનેક લોકોને આ તકલીફો થતી જોવા મળે છે, જેનાથી નખ કમજોર, ગંદા અને ક્યારેક-ક્યારેક પીડાજનક પણ બની જાય છે. એને સામાન્ય ભાષામાં ‘નખ પાકયો’ એવુ કહેવાય છે. જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યાં હો તો, આ લેખ તમારા માટે સહાયક સિદ્ધ થઇ શકે છે. આયુર્વેદ ન્યુટ્રિશનિસ્ટ દ્વારા એક એવો નુસખો જણાવવામાં આવ્યો છે જે, ફક્ત પંદર જ દિવસમાં તમારા પાકી ગયેલા નખને સાજો કરી શકે છે.

પાકી ગયેલા નખને શી રીતે સાજો કરશો?

આ માટે, આયુર્વેદ ન્યુટ્રિશનિસ્ટ એક ખાસ તેલ બનાવીને લગાવવાની સલાહ આપે છે. આ તેલ ન કેવળ ફંગલ ઇન્ફેકશનને દૂર કરે છે પરંતુ, તમારા નખને મજબૂત અને સ્વસ્થ પણ બનાવે છે.

તેલ બનાવવાની સામગ્રી

2 મોટા ચમચા સરસવનું તેલ
3-4 લસણની કચરેલી કળીઓ
1/2 ચમચી મેથી દાણા
1 નાની ચમચી હળદર
1 નાની ચપટી હીંગ

કેવી રીતે બનાવશો?

એક પૅનમાં સરસિયાનું તેલ નાખીને તેને હળવુ ગરમ કરો.
તેમાં લસણ, મેથી દાણા, હળદર અને હીંગ નાખો.
1-2 મિનિટ સુધી ધીમા તાપે પાકવા દો.
ત્યારબાદ, ગૅસ બંધ કરો અને તેલને નવશેકું થાય ત્યાં સુધી ઠંડુ કરી લો.

કેવી રીતે લગાવશો?

આયુર્વેદ ન્યુટ્રિશનિસ્ટ આ તૈયાર તેલને નવશેકું કરીને, નખ અને તેની આસપાસની ત્વચા પર દિવસમાં બે વાર લગાડવાની સલાહ આપે છે.

કેવી રીતે ફાયદાકારક છે આ નુસખો?

સરસિયાના તેલમાં એન્ટિ-ફંગલ ગુણો હોય છે અને એ રક્તસંચાર વધારે છે.

લસણમાં કુદરતી એન્ટિ-માઇક્રોબિયલ ગુણો હોય છે જે, બેક્ટેરિયા અને ફંગસનો ખાત્મો બોલાવી દે છે.

મેથી નખને મજબૂત બનાવે છે.

હળદરથી સોજા ઓછા થાય છે અને ઘા ભરવામાં પણ મદદ મળે છે.

આ ઉપરાંત, હીંગ દર્દશામક છે અને વળી ઇન્ફેકશન ઓછું કરવામાં પણ સહાયક છે.

જો તમને પગના નખ કાળા, પીળા અથવા સહેજ સડેલા જેવા જણાય તો તમે પણ આ નુસખો અજમાવી શકો છો. જો કે, ઇન્ફેક્શન વધારેપડતું હોય અથવા તો લાંબા સમય સુધી ન મટે તો ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ

આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…