Ahmedabad News: અમદાવાદ ધીમે-ધીમે ગુનાખોરીનું ઘર બની રહ્યું છે. આજે એક સમયે સલામતીની દુહાઈ દેવાતી હતી તે અમદાવાદમાં હવે રસ્તા પર અસામાજિક તત્વો બેફામ થઈ ગયા છે. તેમને જાણે કાયદાનો કોઈ ભય જ રહ્યો નથી. અમદાવાદમાં સોનલ ચાર રસ્તા પાસે બે જૂથો વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. આ ઘટનાએ આખા વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે.
અમદાવાદમાં આ બે જૂથો વચ્ચે રીતસરનું જાહેરમાં ધીંગાણું મચ્યું હતું. બે જૂથોએ જાહેરમાં એકબીજા સાથે છરી અને ચપ્પા વડે મારામારી કરી હતી. એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આના કારણે અમદાવાદના આ વિસ્તારમાં ભયનો માહોલ થઈ ગયો છે.
લોકોને લાગી રહ્યુ છે કે અમદાવાદમાં જાણે હવે યુપી-બિહારવાળી થતાં હોય તેવા દ્રશ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક યુવાનો વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ હતી, જે છેવટે મારામારીમાં પરિણમી હતી. આ જોઈને અમદાવાદીઓ પણ વિચારમાં પડી ગયા હતા કે આ અમદાવાદ જ છે કે શું, જેની સલામતીની આખા ભારતમાં ચર્ચા થતી હતી. મહિલાઓ જ્યાં રાતે નીકળી શકે છે તેમ કહેવાતું હતું.
અમદાવાદના વેજલપુરમાં થયેલી આ મારામારીનો વિડીયો વાઇરલ થતાં વેજલપુર પોલીસ હરકતમાં આવી હતી. વેજલપુર પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે અને વિડીયોના આધારે હવે આરોપીઓને ઓળખવાનું શરૂ કર્યું છે.
પોલીસ હજી સુધી આ મારામારીનું કારણ જાણી શકી નથી. છતાં પોલીસ તેના અનુભવના આધારે માને છે કે આ ઘટના કોઈ અંગત અદાવત કે જૂની દુશ્મનાવાટના કારણે બની હોય છે. જો કે આ પ્રકારની ઘટનાના કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર સવાલ સર્જાયા છે. આ પ્રકારે જાહેરમાં મારામારીથી સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છે. સ્થાનિકોની માંગ છે કે અમદાવાદમાં આવું ન ચાલે. પોલીસ આ આરોપીઓ સામે આકરા પગલાં લે.
આ પણ વાંચો: Ahmedabad News/સાણંદ તાલુકાની માણકોલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને મારઝૂડને લઈને વિવાદ
આ પણ વાંચો: Ahmedabad News/સાણંદમાં VIP દારૂની પાર્ટી પર પોલીસનો દરોડો, દારૂમાં ધુત થયેલ 50 જેટલા યુવાનો ઝડપાયા!
આ પણ વાંચો: Ahmedabad News/સાણંદ અને આંબલી રોડ સ્ટેશન પર નમો ભારત રેપિડ રેલના સ્ટોપેજનો પ્રારંભ
