Aravalli News:રવિવારે રાત્રે અરવલ્લી (Aravalli News) જિલ્લાના શામળાજી નજીક રંગપુર વિસ્તારમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં (Accident) બે શિક્ષકોના મોત થયા છે. આ ઘટનાથી સ્થાનિક સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક બોલુન્દ્રા અને રાયસિંહપુર હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતા હતા. શામળાજી પોલીસે અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે.
શામળાજી-રાયસિંહપુર રોડ પર આ અકસ્માત થયો હતો, જ્યારે શિક્ષકની કાર ડિવાઇડર સાથે ખરાબ રીતે અથડાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, રાત્રે 9:30 વાગ્યાની આસપાસ શિક્ષક શામળાજીથી રંગપુર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. વધુ ઝડપ અથવા ખરાબ રસ્તાની સ્થિતિને કારણે, ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી અને બે શિક્ષકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોની ઓળખ બોલુન્દ્રા હાઇસ્કૂલના શિક્ષક અને રાયસિંહપુર હાઇસ્કૂલના શિક્ષક તરીકે થઈ છે. બંને શિક્ષકો સ્થાનિક વિસ્તારના રહેવાસી હતા. ઘટનાને કારણે શામળાજી, બોલુન્દ્રા અને રાયસિંહપુરમાં શોકનો માહોલ છે. શામળાજી પોલીસે ઘટનાસ્થળે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:શામળાજીમાં જન્માષ્ટમી મહોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી, જાણો મંદિરમાં દર્શનનો સમય
આ પણ વાંચો:શામળાજીમાં વરસાદી માહોલ, 15 દિવસના વિરામ બાદ ગાજવિજ સાથે વરસાદ
આ પણ વાંચો:શામળાજી મંદિરમાં ભગવાનને 400 ગ્રામ સોનાની પાદુકા અર્પણ કરાઈ, ભક્તની અનોખી શ્રદ્ધા
