Dahod News/ દાહોદ પોલીસે નકલી જજ ઝડપી લીધો

લોકો સાથે છેતરપિંડી કરતો ઇસમ પોલીસની પકડમાં

Top Stories Others

Dahod News : દાહોદ પોલીસે એક નકલી જજને ઝડપી લીધો છે.જેમાં હું જજ વાઘેલા છું કહી છેતરપિંડી કરતો યુવક સુરત નજીકથી ઝડપી લેવાયો છે. આ નકલી જજ કોર્ટ કેસ ઉકેલાવી આપવાની લાલચ આપતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

તે સિવાય રાજકીય સેવકની ખોટી ઓળખ પણ ઉભી કરતો હતો. અંતે ડોકી ગામના પેટ્રોલપંપ પર જજ બની પહોંચેલો ઇસમ આખરે પોલીસ જાળમાં આવી ગયો હતો. સોશિયલ મીડિયામાં રાજકીય સેવકની ખોટી ઓળખાણ ઉભી કરી હતી.

આ નકલી જજ લોકોને વાતોમાં ભરમાવી છેતરતો હતો. દાહોદ પોલીસે બનાસકાંઠાના યુવકને સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે. બાદમાં રૂરલ પોલીસે ગુનો નોંધી નકલી જજને જેલ ભેગો કર્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવરાત્રિ ગાઈડલાઈન : પોલીસ તથા અન્ય વિભાગનું NOC ફરજિયાત, ખેલૈયાઓની સંખ્યાનો રેકોર્ડ રાખવો પડશે

આ પણ વાંચો: GST UPDATE NEWS/નવરાત્રિની મોટી ભેટ, પહેલા દિવસથી 375 વસ્તુઓનો GST ઘટાડવામાં આવશે, નિર્મલા સીતારમણે કંપનીને આપી કડક સૂચનાઓ

આ પણ વાંચો: Gujarat News/નવરાત્રિમાં વરસાદી ખલેલથી ખેલૈયા ચિંતિત, જળાશયોના સ્તર છલોછલ, ખેડૂતોમાં ખુશી