Vadodara News/ વડોદરામાં ફક્ત 20 રૂપિયાની માત્ર 6 પાણીપુરી આપી તો મહિલાએ રોડ વચ્ચે બેસી ધમાલ મચાવી

પાણીપુરી વાળાએ 20 રૂપિયાની માત્ર 6 પાણીપુરી આપી અને ત્યારબાદ નજારો જોવા થયો

Gujarat Vadodara

Vadodara News : લો બોલો ! વડોદરામાં એક મહિલા 20 રૂપિયાની પાણી પૂરી ખાવા માટે ભૈયાની લારી પર ગઈ પરંતુ એને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે પાણીપુરી વાળાએ 20 રૂપિયાની માત્ર 6 પાણીપુરી આપી અને ત્યારબાદ નજારો જોવા જેવો થયો.

પાણીપુરી કોઈ પણ વયની મહિલા માટે સહુથી મનપસંદ આહાર ગણાય છે . ત્યારે વડોદરાના સુરસાગર પાસે એવો બનાવ બન્યો કે લોકો પણ વિચારતા થઈ ગયા . એક મહિલા 20 રૂપિયાની પાણી પૂરી ખાવા માટે ભૈયાની લારી પર ગઈ પરંતુ એને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે પાણીપુરી વાળાએ 20 રૂપિયાની માત્ર 6 પાણીપુરી આપી ત્યારે આ મહિલાને ખૂબ લાગી આવ્યું અને ભારે રોકકળ કરીને રોડની વચ્ચે બેસી ગઈ .

ટ્રાફિક પણ જામ થઈ ગયો તેમ છતાં આ પાણીપુરી પ્રેમી મહિલા ટસ ની મસ થવા તૈયાર નહોતી . એટલું જ નહીં પરંતુ વડોદરા પોલીસ ખુદ ઘટનાસ્થળે દોડી આવી અને સમગ્ર ઘટના જાણી તો પોલીસ કર્મીઓ પણ વાળ ખંજવાળતા રહી ગયા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં તાવના લીધે સાત વર્ષના બાળકનું મોત, ઇન્જેકશનના ઓવરડોઝનો આક્ષેપ

આ પણ વાંચો:સુરતમાં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત

આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત