Gujarat News/ મનમાં વહેમ હોય તો કાઢી નાંખજો… એવું હાર્દિક પટેલે કોના માટે કહ્યું?

હાર્દિક પટેલ કોને ગર્ભિત ચેતવણી આપી રહ્યાં છે

Gujarat

Gujarat News : વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર નેતા  હાર્દિક પટેલની છાપ આખાબોલા નેતા તરીકની છે. જે બોલવું હોય તો બોલી દે. પરંતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી હાર્દિક પટેલ ક્યારેક ન બોલવાની વાત રજૂ કરતા હોય છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં હાર્દિક પટેલના તીખા તેવર જોવા મળતા હોય છે.

ત્યારે હાર્દિક પટેલની એક પોસ્ટે ખળભળાટ મચાવ્યો છે, અને આ તીર કોણા તરફ ઈશારો કરે છે તે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી રહ્યું છે. હાર્દિક પટેલે પોસ્ટમાં લખ્યું કે, અમે શાંત છીએ સંત નહીં મનમા વહેમ હોય તો કાઢી નાંખજો. કેમ કે આ શરૂઆત છે અંત નહીં.

હાર્દિક પટેલના આ શબ્દો હાલ તીરની જેમ છૂટ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે, આખરે આ શબ્દોનો ઈશારો કોના તરફ છે. હાર્દિક પટેલ કોને ગર્ભિત ચેતવણી આપી રહ્યાં છે.

વિરમગામના ભાજપના ધારાસભ્યએ હજી થોડા સમય પહેલા જ  પોતાની જ સરકાર સામે ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી વિરમગામ શહેરમાં ઉભરાતી ગટર તેમજ ઘરમાં આવતા ગંદા પાણીનું કાયમી નિરાકરણ કરવા અપીલ કરી હતી. તેમની ચીમકી બાદ વિરમગામમાં અધિકારીઓ દોડતા થયા હતા, અને સમસ્યાઓને ત્વરિત હાથમાં લેવાઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પોપટ સોરઠીયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા પર મોટા પ્રહારો

આ પણ વાંચો:ગોંડલના રીબડા સ્થિત અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહની કેરળથી ધરપકડ

આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, અનિરુદ્ધસિંહ જાડેજાની માફી રદ