Jamnagar News: જામનગરમાં નવરાત્રિ પૂર્વે જ વાતાવરણ ગરમાગરમ થઈ ગયું છે. હિન્દુ સેના દ્વારા નવરાત્રિ પૂર્વેલવજેહાદની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પત્રિકામાં દીકરીઓને કાળજી રાખવાનું કહેવામાં આવ્યું છે. તેઓને કહેવામાં આવ્યું છે કે તે નવરાત્રિનો આનંદ જરૂર ઉઠાવે, પરંતુ લવજેહાદનો શિકાર ન બને.
તેની સાથે આયોજકોને પણ જણાવવામાં આવ્યું હતું કે તેઓ નવરાત્રિમાં દરેકને આઇ કાર્ડ જોઈને પ્રવેશ આપે. જેહાદી માનસિકતા ધરાવતા અને લવજેહાદ માટે ટાર્ગેટ શોધનારા લોકોને પ્રવેશતા પહેલાં જ અટકાવવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે નવરાત્રિમાં આવતા લોકોને કુમકુમ તિલક કરીને પ્રવેશ આપવો. લોકોને ગૌમૂત્રનો છંટકાવ કરીને પ્રવેશ આપવો. તેની સાથે નવરાત્રિમાં જો ગીત ગાનારા, ડીજે, સાઉન્ડ સિસ્ટમ મંગાવવામાં આવે તો તેના કામ પણ હિન્દુને જ આપવા, વિધર્મીને ન આપવા, એમ હિન્દુ સેનાના વડા પ્રતીક ભટ્ટે જણાવ્યું હતું.
જો કે હિન્દુ સેના પોતે પણ નવરાત્રિ દરમિયાન સક્રિય રહીને કામ કરશે તેવી ચેતવણી પણ ઉચ્ચારી હતી. લવજેહાદવાળા તત્વોને કાયદાની મર્યાદામાં રહીને પાઠ ભણાવવામાં આવશે અને જરૂર પડશે તો આ તત્વોને પોલીસ ભેગા કરવાની ચેતવણી પણ તેમણે ઉચ્ચારી હતી. આ સિવાય બનાવટી નામ લઈને પણ કોઈ આવી ન જાય તેનો ખ્યાલ રાખવા પણ જણાવાયું હતું.
આમ જામનગરમાં નવરાત્રિ પહેલા જ શાબ્દિક રાસ-દાંડિયાની રમઝટ શરૂ થઈ જઈ છે. તેથી નવરાત્રિમાં લવજેહાદને લઈને કોઈ બબાલ ન થાય તો જ આશ્ચર્ય થાય. અસામાજિક તત્વો તેમની પ્રવૃત્તિ છોડવાના નથી તો હિન્દુ સેના તેમની પ્રવૃત્તિ નહીં છોડે. આમ નવરાત્રિમાં બંનેસામસામે આવી જશે તેમ માનવામાં આવે છે. જો કે જામનગરની પોલીસ પણ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સજ્જ છે. તેણે વધારાની કુમકો પણ તૈયાર રાખી છે. તેની સાથે કેટલાય અસામાજિક તત્વોને તહેવાર શરૂથતાં પહેલાં જ જાહેર સલામતીનું કારણ ધરીને જેલમાં મોકલી દીધા છે.
આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં 75 હજારની લાંચ લેતા સરપંચના પતિ સહિત બે ઝડપાયા
આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં મહિલા અને પુરુષ વચ્ચે લોહીયાળ ઝઘડો
આ પણ વાંચો: Jamnagar News/જામનગર: નેપાળમાં ગયેલા પ્રવાસીઓ હેમખેમ
