Surat News/ પડોશીઓએ સગીરાને નશીલો પદાર્થ આપીને બે વખત વેચી : બળજબરીથી લગ્ન કરાવ્યા, 3 ઝડપાયા

બંને ઘટનાઓમાં સગીરા સાથે બે વખત દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું

Top Stories Gujarat Surat

Surat News : માનવ તસ્કરીનો એક ચોંકાવનારો કિસ્સો સુરતના લિંબાયત વિસ્તારમાં સામે આવ્યો છે, જેમાં નશાકારક પદાર્થો આપીને એક ગરીબ શ્રમજીવી પરિવારની સગીર દીકરીને 10 દિવસની અંદર બે વખત વેચવામાં આવી હતી. ઉપરાંત તેના બળજબરીપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તથા લગ્નની તસવીર પણ સામે આવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને પડોશી મહિલા સહિત ત્રણ આરોપીની અટકાયત કરી છે.

ત્યારે ફરઝાના નામની મહિલા વોન્ટેડ છે. આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવાની દિશામાં આગળ તપાસ શરૂ કરી છે.લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય સગીરા જેની માતા કેટરિંગનું કામ કરે છે અને પિતા બીમાર રહે છે, તે આ માનવ તસ્કરીનો ભોગ બની હતી. આ ઘટના લગભગ પાંચ મહિના પહેલા બની હતી. સગીરાના પડોશમાં રહેતી નૂરી વસીમ શેખ, જેનો પતિ વસીમ રિક્ષા ચલાવે છે અને ફરઝાના નામની વોન્ટેડ મહિલા આ ત્રણેય આરોપીએ સગીરાની માતાને લાલચ આપી કે તેઓ તેની દીકરીને લસકાણામાં કેટરિંગના કામ માટે લઈ જશે. આ એક કાવતરૃ હોવાની માતાને જાણ નહોતી. તેઓ બે-ત્રણ દિવસમાં પાછા આવી જશે એટલું જ આરોપીઓએ માતાને કહ્યું હતું.

આરોપ છે કે, આરોપીઓ સગીરાને લસકાણા લઈ ગયા અને ત્યાં શોએબ નામના એક વ્યક્તિ સાથે રાખવામાં આવી હતી. અહીં સગીરાને સતત નશામાં રાખવામાં આવતી હતી. આ ટોળકી તેને દિવસમાં બેથી ત્રણ વખત કોરેક્સ સિરપ જેવી નશાકારક કફ સિરપ પીવડાવતી હતી, જેથી તે ભાનમાં રહી શકે નહીં. આ નશાની હાલતમાં જ આરોપીઓએ સગીરાના બળજબરીપૂર્વક લગ્ન કરાવ્યા હતાં.

બીજીતરફ પોલીસ તપાસમાં ગંભીર બાબતો બહાર આવી છે. આરોપીઓએ સગીરાને બે અલગ-અલગ વ્યક્તિઓને વેચી હતી. સૌપ્રથમ તેઓએ સગીરાના નિકાહ શોએબ સાથે કરાવ્યા હતા. શોએબ પાસેથી આ માટે તેઓએ 50 હજાર લીધા હતાં. આ લગ્ન પછી પણ સગીરાને ત્રણેય આરોપીઓ શોએબ સાથે રાખતાં હતાં.10 દિવસ બાદ આરોપીઓ ફરીથી સગીરાને મહારાષ્ટ્રના સોલાપુર લઈ ગયા હતાં. ત્યાં લગ્નમાં કેટરિંગનું કામ છે કહી લઇ ગયા હતા. ત્યાં તેઓએ મહારાષ્ટ્રના એક યુવકને સગીરાને વેચી દીધી હતી. ઉપરાંત મંદિરમાં તેના હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરાવ્યા હતાં. આ યુવક પાસેથી ટોળકીએ 2 લાખ લીધા હતાં. સોલાપુરમાં સગીરાને 15 દિવસ રહેવાનું કહેવામાં આવ્યું હતું. આ બંને ઘટનાઓમાં સગીરા સાથે બે વખત દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું.

સગીરા કોઈક રીતે નશાની પકડમાંથી બહાર નીકળી અને પોતાની માતાને ફોન કરીને મદદ માગી હતી. તેણે ફોન પર રડીને કહ્યું કે, ‘અમ્મી, મુજે સોલાપુર સે નિકાલો, મુજે ફરઝાના ને કિસી કો પૈસે લેકર બેચ દિયા હૈ’ સગીરાની માતાએ તાત્કાલિક પડોશી નૂરી શેખનો સંપર્ક કર્યો અને પોતાની દીકરીને પાછી લાવવા વિનંતી કરી. માતાના આગ્રહને કારણે આરોપીઓ સગીરાને સોલાપુરથી પાછી સુરત લઈ આવ્યા અને તેને છોડીને ભાગી ગયાં હતાં.

સગીરાએ ઘરે પરત ફરીને પોતાની માતાને આ સમગ્ર આપવીતી જણાવી હતી. આ હિચકારી કૃત્ય વિશે જાણ થતાં જ સગીરાની માતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને લિંબાયત પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી. ડીસીપી ડો. કાનન દેસાઈ તાત્કાલિક લિંબાયત પોલીસ મથકે પહોંચ્યા અને તેમણે આ કેસમાં ઝડપી અને કડક કાર્યવાહીના આદેશ આપ્યાં હતાં.

પોલીસ ઇન્સ્પેક્ટર એન. કે. કામળિયાના જણાવ્યા અનુસાર, પોલીસે તાત્કાલિક ત્રણ આરોપીઓ – નૂરી વસીમ શેખ, તેના પતિ વસીમ, અને શોએબની અટકાયત કરી છે. ફરઝાના નામની મહિલા હજુ વોન્ટેડ છે. પોલીસ હાલ સગીરાના નિવેદનો લેવાની પ્રક્રિયા કરી રહી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ ટોળકી ત્રીજી વખત તેને વેચવાનો પ્લાન બનાવી રહ્યાં હતાં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થામાં મોટો ફેરફાર, બુલેટ ટ્રેન અને મેટ્રો નિર્માણને લીધે આ રસ્તાઓ પર પ્રતિબંધ

આ પણ વાંચો:અમદાવાદમાં વસ્ત્રાલ-થલતેજ રૂટ પર મેટ્રોમાં ટેક્નિકલ ખામી સર્જાતા રૂટ બંધ

આ પણ વાંચો:અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આ 2 તારીખે યોજાશે IPL મેચ, મેટ્રો ટ્રેનના સમયમાં મોટા ફેરફાર