Surat News/ સુરત સિવિલ હોસ્પિટલમાં 26 વર્ષીય મહિલાએ કરી આત્મહત્યા

પૂજા ગઈકાલે રાત્રે અચાનક હોસ્પિટલમાંથી ગાયબ થઈ ગઈ. પરિવારે રાત્રે 2 વાગ્યા સુધી તેની શોધખોળ કરી, જેમાં હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસવા અને રેલ્વે સ્ટેશન પર તેની શોધખોળનો કરી હતી.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરત (Surat) સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) એક દુ:ખદ ઘટના સામે આવી છે, જ્યાં 26 વર્ષીય પૂજા કુશવાહાએ આત્મહત્યા (Suocide) કરી. મૂળ ઉત્તર પ્રદેશની અને લાંબા સમયથી સુરતના હજીરા વિસ્તારમાં તેના પરિવાર સાથે રહેતી પૂજાએ 10 દિવસ પહેલા એક બાળકને જન્મ આપ્યો હતો. આ ઘટનાએ નવજાત બાળકને તેની માતા પાસેથી છીનવી લીધું છે, જે હાલમાં હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે.

પૂજા કુશવાહાને 10 દિવસ પહેલા તેની પહેલી ડિલિવરી માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડિલિવરી પછી, બાળકની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને તેને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો. જોકે, પૂજા ગઈકાલે રાત્રે અચાનક હોસ્પિટલમાંથી ગાયબ થઈ ગઈ. પરિવારે રાત્રે 2 વાગ્યા સુધી તેની શોધખોળ કરી, જેમાં હોસ્પિટલના CCTV ફૂટેજ તપાસવા અને રેલ્વે સ્ટેશન પર તેની શોધખોળનો કરી હતી. પરિવારે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી.આજે સવારે પૂજાનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડીંગની સામે ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. આ ઘટનાથી હોસ્પિટલ પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

મૃતકના પરિવારના સભ્ય અમરજીતે જણાવ્યું હતું કે, “ગઈકાલે રાત્રે મને ફોન આવ્યો હતો કે પૂજા હોસ્પિટલમાંથી ગુમ થઈ ગઈ છે. અમે રાત્રે 2 વાગ્યા સુધી તેની શોધખોળ કરી. અમે હોસ્પિટલ, રેલ્વે સ્ટેશન અને આસપાસના તમામ વિસ્તારોમાં શોધખોળ કરી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા, પરંતુ કંઈ મળ્યું નહીં. આજે સવારે તેનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો.”સુરત પોલીસે ઘટનાને ગંભીરતાથી લીધી છે અને તપાસ કરી રહી છે. પોલીસે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ, આસપાસના વિસ્તારોની શોધખોળ અને પરિવારના નિવેદનોના આધારે તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં તાવના લીધે સાત વર્ષના બાળકનું મોત, ઇન્જેકશનના ઓવરડોઝનો આક્ષેપ

આ પણ વાંચો:સુરતમાં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત

આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત