Ahmedabad News/ તાન્યા ટ્રાવેલ્સના કર્મચારીઓએ નવી લક્ઝરી બસના આગમનની ઉજવણી કરતા લોકોના જીવ જોખમમાં મૂક્યા

પોલીસ તપાસ દરમિયાન, વીડિયોમાં યશ નંદુરબરે અને જય પંચાલ જોવા મળ્યા હતા. પોલીસે બંનેની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે બંને તાન્યા ટ્રાવેલ્સમાં કામ કરતા હતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News:અમદાવાદમાં (Ahmedabad) CTM એક્સપ્રેસ વે પર નબીરાઓના એક જૂથે રસ્તાની બાજુમાં એક લક્ઝરી બસ ઉભી રાખી અને જાહેર રસ્તા પર ફટાકડા ફોડ્યાની ઘટના સામે આવી છે. ઉજવણી કરવા માટે, નબીરાઓએ રસ્તા પર ફટાકડા ફોડ્યા અને બંદૂકોથી સજ્જ થઈને બેફામ ફટાકડા ફોડતા રાહદારીઓ ફફડી ઉઠ્યા હતા.

જાન જોખમમાં મુકીને જાહેર ઉજવણીનો વીડિયો વાયરલ (Video viral) થયા બાદ, ફર્સ્ટ ડિવિઝન ટ્રાફિક પોલીસે કેસ નોંધ્યો. પોલીસ તપાસ દરમિયાન, વીડિયોમાં યશ નંદુરબરે અને જય પંચાલ જોવા મળ્યા હતા. પોલીસે બંનેની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે બંને તાન્યા ટ્રાવેલ્સમાં કામ કરતા હતા. કંપનીએ હમણાં જ એક નવી લક્ઝરી કાર ખરીદી હતી, અને તેઓએ જાહેર રસ્તા પર ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.થોડા દિવસો પહેલા, વડોદરાના દિવાળીપુરા કોર્ટ પાછળ રહેતા બુટલેગર સંજય ઉર્ફે કૃષ્ણ રાજુ માળીએ 25 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10:30 વાગ્યે તેના મિત્રો સાથે જાહેરમાં ગેરકાયદેસર રીતે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. જાણે પોલીસનો ડર ન હોય તેમ, તેણે બે કારમાં કેક કાપી, જાહેરમાં બીયર પાર્ટી કરી અને ફટાકડા ફોડીને પોલીસ કમિશનરના આદેશનું ઉલ્લંઘન કર્યું.

જાહેર રસ્તા પર આ ધમાલ વચ્ચે, એક સાથી હાથમાં બીયરનો કેન લઈને બુટલેગર પાસે પહોંચ્યો. બાદમાં, બીજો એક વ્યક્તિ હાથમાં બીયરનો કેન લઈને જાહેરમાં દારૂ પીતો જોવા મળ્યો. આમ, નવરાત્રિની રાત્રે જાહેર રસ્તા પર આ તમાશો થયો. બુટલેગર અને તેના મિત્રોનો જાહેરમાં દારૂ પીતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને સંજય ઉર્ફે કૃષ્ણ રાજુ રાજુ માળી, સાહિલ ઉર્ફે જહુ અર્જુન માળી, અલ્પેશ ચીમન મકવાણા, પ્રકાશ મુકેશ માળી, યજ્ઞદેવ સિંહ, અશોકસિંહ જાડેજા અને પ્રિન્સ સંગીત જાધવની ધરપકડ કરી. પોલીસે છ આરોપીઓને કાન પકડીને ઉભા રહેવા માટે પ્રેરિત કર્યા અને કાયદાનો પાઠ ભણાવ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ‘મંડળી’ શબ્દના વિવાદમાં કોમન ઇવેન્ટ્સની અરજી ફગાવી

આ પણ વાંચો:અમદાવાદમાં હોમગાર્ડ કંપની કમાન્ડર લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો:અમદાવાદમાં સાઉથ બોપલ દુર્ઘટનામાં વધુ એક મજૂરનું મોતઃ મૃત્યુઆંક થયો ત્રણ