Ahmedabad News: ગુજરાતમાં રવિવારનો વાર અકસ્માત વાર રહ્યો હતો. એક જ દિવસે થયેલા ત્રણ જુદાં-જુદાં અકસ્માતમાં છના મોત થયા હતા. અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા અકસ્માત પછી લાગેલી આગમાં એક્ટિવા ચાલકનું મોત થયું હતું. સરદારધામ એસ પી રિંગરોડ પાસે આ ઘટના બની હતી. આ ઘટનામાં એક્ટિવા ચાલકનું મોત થયું હતું. એક્ટિવા અને ટ્રક વચ્ચે અકસ્માત થયા પછી આ આગ લાગી હતી. ફાયર બ્રિગેડને કોલ મળતા ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ બુઝાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
આ ઘટનામાં એક યુવાન એસ પી રિંગરોડ પર એક્ટિવા લઈને જઈ રહ્યો હતો. તેને પાછળથી બેફામ સ્પીડે આવતા ડમ્પરે ટક્કર મારી હતી. તેના કારણે એક્ટિવા ચાલક ડમ્પરની નીચે આવી ગયો હતો. ટક્કરના લીધે એક્ટિવાની લીકેજ થયેલી ટાંકીમાંથી પેટ્રોલ આવતા તેને આગ લાગી હતી. તે આગ ડમ્પર સુધી ફેલાઈ હતી અને આ આગની ઝપેટમાં ડમ્પરની ટક્કરના લીધે બેહોશ થયેલો યુવક ઝપેટમાં આવી ગયો હતો. જો આગ લાગી ન હોત તો યુવક બચી ગયો હોય તેમ નજરે જોનારાઓનું કહેવું છે.
આ પહેલા જ અન્ય જિલ્લા અરવલ્લીમાં બે જુદા જુદા માર્ગ પર અકસ્માતમાં પાંચના મોત નીપજ્યા છે. બાઇક અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાયડમાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા છે. શામળાજીમાં સર્જાયેલા અકસ્માતમાં બે યુવકોના મોત થયા છે.
આ અકસ્માતમાં બાઇક ડિવાઇડર સાથે અથડાતા બે યુવકોના મોત થયા હતા. આમ અમરેલી જિલ્લામાં બે જુદાં-જુદાં અકસ્માતમાં પાંચ યુવકોના મોત થયા હતા. પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બંને અકસ્માત સર્જાતા સ્થાનિકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેઓએ ઇજાગ્રસ્તોને મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે તરત જ 108 સર્વિસને બોલાવી હતી. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જો કે ફરજ પરના ડોક્ટરો તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ બનાવના પગલે સ્થાનિક પોલીસ પણ તરત જ દોડી આવી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી. પોલીસે પંચનામુ કરીને મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે મૃતકોના મોબાઇલ ફોન પણ કબ્જે લીધા છે અને તેમના નજીકના સગાસંબંધીઓને તેના અંગે જાણ કરી છે. પોલીસે ઘટનાસ્થળની નજીકના સીસીટીવી ફૂટેજ પણ શોધવા માંડ્યા છે, જેથી અકસ્માત સર્જાવવાની આખી ઘટના યોગ્ય રીતે જોઈ શકાય.
આમ બે અકસ્માતોના પગલે અરવલ્લી રક્તરંજિત બની ઉઠ્યુ હતુ. પાંચ-પાંચ ઘરના જીવતરના દીવા ઓલવાઇ ગયા હતા. એક જ દિવસમાં એક જ જિલ્લામાં સર્જાયેલા બે અકસ્માતના કારણે પાંચ-પાંચ કુટુંબો નોંધારા બની ગયા હતા. યુવાનોના કુટુંબીઓ પર તો જાણે આભ તૂટી પડ્યું હતું. મૃતકોના કુટુંબીઓના આંખના આંસુ સૂકાતા ન હતા. ચારેય બાજુ રડારોળ થઈ ગઈ હતી અને વાતાવરણ રીતસરનું ગમગીન થઈ ગયું હતું. કોણ-કોને દિલાસો આપે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ઉપસ્થિત લોકો પણ આ કરૃણાંતિકાથી ઉદાસ થઈ ગયા હતા.
આ પણ વાંચો: ahmedabad accident/અમદાવાદમાં ઠેર-ઠેર ‘તથ્ય પટેલ’: 24 કલાકમાં ત્રણ અકસ્માતમાં પાંચના મોત, પાંચ કુટુંબ નોંધારા
આ પણ વાંચો: Ahmedabad News/લોદરિયાળમાં પ્રેમીએ કરી વિવાહિત પ્રેમિકા સાથે પુત્રીની હત્યા, પ્રેમીએ કરી આત્મહત્યા
આ પણ વાંચો: Ahmedabad News/સાણંદ તાલુકામાં સામૂહિક આપઘાત: એક જ પરિવારના ત્રણ લોકોના મૃતદેહો મળતા ચકચાર, સુસાઇડ નોટ મળી
