Gandhinagar News/ સાસણગીરમાં જંગલ સફારી બુકીંગ માટે રાજ્ય સરકારની વેબસાઈટ પર એડવાન્સમાં બુકીંગ કરી પર્યટકો પાસેથી વધુ નાણાં વસુલતા 3 શખ્સો ઝડપાયા

અનધિકૃત વેચાણ કરતા 3 શખ્સોને ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે ઝડપી લીધા છે.

Gujarat Gandhinagar

Gandhinagar News : સાસણગીરખાતે ગીર જંગલ સફારી બુકીંગ અને દેવડીયા જીપ્સી સફારી બુકીંગ માટે ગુજરાત સરકારની HTTP://GIRLION.GUJARAT.GOV.IN વેબસાઈટ પર એડવાન્સમાં સ્લોટ બુકીંગ કરીને પર્યટકો પાસેથી સરકાર દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણ કરતા વધુ રકમ મેળવીને પરમીટનું અનધિકૃત વેચાણ કરતા 3 શખ્સોને ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સે ઝડપી લીધા છે.

આરોપીઓએ 1.1.2024થી 30.12.2025 સુધીના એડવાન્સ થયેલ બુકીંગનો ડેટા આ વેબસાઈટ પર GIPL પાસેથી મેળવવામાં આવ્યો છે જેમાં 83,000થી વધુ પરમીટ બુકીંગ થયાનું જણાયું હતું.

આરોપીઓએ ભળતા નામ વાળી વેબસાઈટનો ઉપયોગ કરીને કુલ 12,800થી વધુ પરમીટ બુકીંગ કરીને ચાલુ દિવસોમાં બે ત્રણ ગણા ભાવમાં તથા જાહેર રજાઓ અને તહેવારોમાં તેનાથી પણ વધારે ભાવમાં પર્યટકોને વેચાણ કરી હોવાનું બહાર આવ્યું છે.

તપાસમાં ભળતા નામવાળી 9 વેબસાઈટ મળી આવેલ છે. તેમજ ઘણાં ઈમેલ આઈડી અને તેના એલીયાસ ઈમેલ આઈડીનો વારંવાર ઉપયોગ થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.પોલીસે આ કેસમાં અમદાવાદના અલ્પેશ એમ.ભલાણી, જુનાગઢના સુલતાન યુ.બલોચ અને એજાજ એન.શેખની ધરપકડ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણીનો બીજો દિવસ…વિશાળ યુવાશક્તિ આપણી સૌથી મોટી મૂડી: મુખ્યમંત્રી

આ પણ વાંચો:વિકાસ સપ્તાહ અંતર્ગત, 10 ઓક્ટોબરે ‘ઉદ્યોગ સાહસિક દિવસ’: ગુજરાત ‘મેઇક ઇન ઇન્ડિયા’ માં અગ્રેસર…

આ પણ વાંચો:નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ વિકાસયાત્રાના 24 વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ…