Dharm & Bhakti: આ વર્ષે દિવાળી પહેલા પુષ્ય નક્ષત્ર (Pushya Nakshatra, 2025) બે દિવસ અર્થાત્ 14 અને 15 ઓક્ટોબર સુધી રહેશે. આજે મંગળવાર હોવાથી મંગળ પુષ્યની સાથોસાથ સિદ્ધ યોગ પણ છે. જ્યારે કાલે બુધ પુષ્ય ની સાથે સાધ્ય યોગ પણ રહેશે. આ સમય ખરીદી અને રોકાણ માટે અત્યંત શુભ માનવામાં આવે છે.
બે દિવસના પુષ્ય નક્ષત્રના મુહૂર્તો વિશે જાણીશું…
પુષ્ય નક્ષત્ર 14 ઓક્ટોબરે (14 October) મંગળવારે સવારે 11 વાગીને 54 મિનિટે પ્રારંભ થશે.
તથા 15 ઓક્ટોબરે (15 October) બુધવારે બપોરે 12 વાગ્યે પૂર્ણ થશે.

પુષ્ય નક્ષત્રનું મહત્વ
1. પુષ્ય નક્ષત્રમાં જમીનનું રજિસ્ટ્રેશન અને રિયલ એસ્ટેટમાં રોકાણ (Real Estate Investment) કરવું શુભ મનાય છે.
2. આ યોગમાં નવીન કાર્યોની શરુઆત કરી શકો છો.
3. પૂજા-પાઠનો સામાન, ઘર ઉપયોગી વસ્તુઓ અને આભૂષણો (Jwellery)ની ખરીદી પણ આ નક્ષત્રમાં ખરીદવી શુભ મનાય છે.
4. પુષ્ય નક્ષત્ર 27 નક્ષત્રોમાં રાજા સમાન (King of Nakshatra) ગણાય છે અને એને સ્થિરતા (Stability) અને અમરત્વનું પ્રતીક ગણવામાં આવે છે તથા આ નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓથી જીવનમાં સ્થિરતા, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા (Positive Energy)નો પ્રવેશ થાય છે.
5. જો મંગળવારે પુષ્ય નક્ષત્ર આવતું હોય તો એને મંગળ પુષ્ય નક્ષત્ર કહેવાય છે અને જો બુધવારે આવતું હોય તો એને બુધ પુષ્ય નક્ષત્ર કહે છે. આ દિવસ પૂજા-પાઠ અને ખરીદી (Shopping) માટે અત્યંત શુભ માનવામાં આવે છે.
6. આ નક્ષત્રમાં કરેલી ખરીદીથી જીવન સમૃદ્ધ બને છે અને ફાયદો થાય છે. આ દિવસે ચાંદી, ઇલેક્ટ્રોનિક્સનો સામાન, કપડાં અને વાસણ (Silver, Electronics, Cloths, Utensils) ખરીદવા શુભ ગણાય છે.

7. પુષ્ય નક્ષત્રમાં ખરીદેલા વાહનો (Vehicles) લાંબા સમય સુધી સાથ આપે છે અને આ દિવસે નવો વેપાર કે નવી નોકરી શરુ કરવાથી લાભ થાય છે.
8. પુષ્યનો અર્થ જ છે પોષણ કરવું! આ નક્ષત્રના સ્વામી કર્માધિકારી શનિ મહારાજ (Shani) છે, જે સ્થિરતા અને કર્મના દેવ છે આથી જ, આ નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓ લાંબો સમય સાથ આપે છે અને આરંભેલા કાર્યો સ્થિરતા પ્રદાન કરે છે.
9. આ નક્ષત્રના દેવતા દેવગુરુ બૃહસ્પતિ (Jupiter) છે અને એ ધર્મ-સદગુણો અને જ્ઞાન (Knowledge)ના કારક દેવ છે. આથી જ આ નક્ષત્રમાં પૂજા-પાઠ અને ધર્મકાર્યો કરવાનું ઘણું મહત્વ છે.

પુષ્ય નક્ષત્ર બાદ દિવાળી સુધી 5 દિવસના 5 શુભ યોગો
જો તમે કોઇ કારણસર આ યોગમાં ખરીદી કરી શકો એમ ન હો તો દિવાળી (Diwali, 20 ઓક્ટોબર) સુધી અન્ય શુભ મુહૂર્ત (Shubh Muhurt) પણ આવનાર છે, જેમાં તમે સોનુ, રોજમેળ, નવી વીમા યોજનાઓમાં રોકાણો, બેન્ક એફડી, ખાતર અને બિયારણ, પશુધનનું ખરીદ-વેચાણ, ધાર્મિક વસ્તુઓ અને રત્ન વગેરે ખરીદી શકો છો.
16 થી 20 ઓક્ટોબર સુધી ગ્રહ-નક્ષત્ર પ્રતિદિન શુભ યોગ બનાવવા જઇ રહ્યાં છે. આ યોગ આગળના 5 દિવસો સુધી ખરીદીના શુભ મુહૂર્ત રહેશે. આ દિવસોમાં દરરોજ આભૂષણો, કપડા, વાસણ, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ સામાન, વાહન અને પ્રોપર્ટી ખરીદી શકો છો. શેર માર્કેટ, ફ્યૂચર એક્સચેન્જ અને રિયલ એસ્ટેટમાં રોકાણના દ્રષ્ટિકોણથી આ અઠવાડિયું શુભ રહેશે.
16 ઓક્ટોબર, ગુરુવાર
નક્ષત્ર- મઘા
તિથિ- દશમી
લીડરશિપ નિર્ણયો, બિઝનેસ ડીલ, નોકરી અને વ્યાપાર (Job & Business)ની મોટી મીટિંગ અને મોટા સોદા કરવાનું આ દિવસે શુભ રહેશે.
17 ઓક્ટોબર, શુક્રવાર
નક્ષત્ર- પૂર્વા ફાલ્ગુની
તિથિ- એકાદશી અને દ્વાદશી
ગૅઝેટ્સ, મોબાઇલ (Mobile), લાઇટિંગ, ફર્નિશિંગ, ઘર સજાવટનો સામાન વગેરેની ખરીદી કરવી આ દિવસે શુભ રહેશે.
18 ઓક્ટોબર, શનિવાર
નક્ષત્ર- ઉત્તરા ફાલ્ગુની
તિથિ- ધનતેરસ
સોનુ (Gold), ચાંદી, વાસણો, કળશ, લક્ષ્મી-કુબેર, ધન્વંતરિ પૂજન-સામગ્રી, સ્વાસ્થ્ય સંબંધી સામાન, હૅલ્થ ઇન્શ્યોરન્સના પેપર સાઇન કરવા માટે આ દિવસ ઘણો શુભ રહેશે.
19 ઓક્ટોબર, રવિવાર
નક્ષત્ર- ઉત્તરા ફાલ્ગુની
તિથિ- રુપ ચતુર્દશી
વાહનોની ખરીદી, પ્રોપર્ટીના દસ્તાવેજો, આભૂષણો, મોટા ઇલેક્ટ્રૉનિક્સ ગૅઝેટ્સ તથા લાંબા સમયના રોકાણો માટે આ દિવસ અનુકૂળ રહેશે.
20 ઓક્ટોબર, સોમવાર
નક્ષત્ર- હસ્ત
તિથિ- અમાવસ્યા, દિવાળી
સોના-ચાંદીના સિક્કા, આભૂષણો, કળશ, પૂજનનો સામાન, શ્રીયંત્ર(Shree Yantra), રોજમેળ વગેરે ખરીદવું આ દિવસે શુભ રહેશે.
આ પણ વાંચો:ફેંગશુઈના આ 3 શો-પીસ વાસ્તુ દોષને દૂર કરે છે
આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ
