Gandhinagar News/ સીએમ ભુપેન્દ્ર પટેલની કેબિનેટમાં આટલા પ્રધાનો હોદ્દો જાળવી જ રાખશે

ગુજરાતમાં કેબિનેટનો ગંજીફો ચીપાવવાની તૈયારીમાં છે તેમા નવા નામોનો ઉમેરો તો થશે અને કેટલાયની વિદાય પણ થશે. તેની સાથે કેટલાક પ્રધાનો એવા પણ છે જેમના નામ જાળવી રાખવામાં આવનાર છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાતમાં કેબિનેટનો ગંજીફો ચીપાવવાની તૈયારીમાં છે તેમા નવા નામોનો ઉમેરો તો થશે અને કેટલાયની વિદાય પણ થશે. તેની સાથે કેટલાક પ્રધાનો એવા પણ છે જેમના નામ જાળવી રાખવામાં આવનાર છે. સીએમ ભુપેન્દ્ર પટેલ પોતે પણ આ પ્રધાનોના કામથી ખુશ છે, તેના કારણે આ પ્રધાનોને જાળવી રાખવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. અહીં આ મંત્રીઓની વિગત આપવામાં આવી છે જેઓ તેમનું મંત્રીપદ જાળવી શકે છે.

કુંવરજી બાવળિયા

કુંવરજી બાવળિયા કોળી સમાજના આગેવાન છે. તે હાલમાં જળસંપત્તિ અને પુરવઠા ખાતુ સંભાળી રહ્યા છે. તેની સાથે તે કોળી સમાજના મોટા આગેવાન છે. કોળી સમાજ ભાજપની મોટી વોટ બેન્ક છે. તેમણે પાણી પુરવઠા મંત્રી તરીકે ઘણી અસરકારક કામગીરી બજાવી છે.

કુબેર ડિંડોર

કુબેર ડિંડોર આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રાલય સંભાળી રહ્યા છે. તેમની મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સારી પક્કડ છે. ભાજપે આદિવાસી સમાજમાં પક્કડ જાળવવી હોય તો તેમને જાળવ્યા વગર છૂટકો જ નથી. સીએમને પણ તેમની કામગીરીથી સંતોષ છે.

બળવંતસિંહ રાજપૂત

એક સમયે કોંગ્રેસનું ગોત્ર ધરાવતા બળવંતસિંહ ભાજપમાં એવા ભળી ગયા છે કે ભાજપવાળાને પણ આશ્ચર્ય થયું છે. હાલમાં તે ઉદ્યોગ, શ્રમ-રોજગાર, ખાણ અને ખનિજ તથા કુટિર ઉદ્યોગ ખાતુ સંભાળે છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં તેમણે સારી એવી મહેનત કરી છે. ગુજરાતને સેમી કંડક્ટર હબ બનાવવાની નીતિનો અસરકારક અમલ તેમના કારણે શક્ય બન્યો છે. તે સક્રિયપણે રાજ્યમાં મોટા ઉદ્યોગોને આકર્ષી રહ્યા છે.

હર્ષ સંઘવી

સીએમ ભુપેન્દ્ર પટેલની કેબિનેટના સૌથી યુવાન નેતા હોય તો તે હર્ષ સંઘવી છે. તેમને ભાજપના સંકટ મોચક પણ માનવામાં આવે છે. હાલમાં તે ગૃહ રાજ્યમંત્રી હોવાની સાથે-સાથે રમતગમત,યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય પણ સંભાળે છે. તે સરકારના સૌથી સક્રિય પ્રધાન છે. તે સીએમ અને પીએમ બંનેના વિશ્વાસુ છે. તેઓનું મંત્રાલય બદલાય તો પણ કેબિનેટમાં સ્થાન જાળવી શકે છે.

ઋષિકેશ પટેલ

ગુજરાત સરકારના માથા પર જ્યારે પણ કોઈ સંકટ આવે છે તો તેનો સૌથી પહેલો સામનો ઋષિકેશ પટેલ કરે છે. તે ભુપેન્દ્ર પટેલ સરકાર માટે સંકટમોચક બનીને ઉભરી આવ્યા છે. તેમની પાસે આરોગ્ય, કુટુંબ કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રાલય છે. કોરોના પછી રાજ્યના જાહેર આરોગ્ય માળખાને મજબૂત બનાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. ઉત્તર ગુજરાતમાં તેમની સારી પક્કડ છે.

પ્રફુલ પાનસેરિયા

પ્રફુલ પાનસેરિયા સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રાલયનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તે સુરત શહેર અને લેઉઆ પાટીદાર સમાજના પ્રભાવશાળી નેતા છે. તેમણે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા પર ભાર મૂક્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat News/દિવાળીના શુભેચ્છા કાર્ડમાં મંત્રી લખવું કે ધારાસભ્ય! મંત્રીઓ મૂંઝવણમાં કેમ?

આ પણ વાંચો: Gujarat News/મુખ્યમંત્રીએ મંત્રી મંડળના વિસ્તરણ અંગે મંત્રીઓ સામે શું કહ્યું? જો વિસ્તરણ થાય તો કોને મળી શકે છે સ્થાન

આ પણ વાંચો: MANTAVYA Vishesh/તંત્રથી તો તોબા-તોબાઃ ધારાસભ્યો તંત્રની તુમારશાહીથી અકળાયા, શિસ્તના ઉડ્યા લીરેલીરા