World News/ મોદી ટ્રમ્પથી ડરતા નથી અમેરિકન ગાયિકાનો રાહુલ ગાંધી પર કટાક્ષ

અમેરિકન ગાયિકા મેરી મિલબેને કહ્યું કે રાહુલ ગાંધી ખોટા છે. પીએમ મોદી અમેરિકન રાષ્ટ્રપતિથી ડરતા નથી.

World Trending
PM Modi are afraid of Trump American singer

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયા વચ્ચેના તેલ વેપાર પર મોટું નિવેદન આપ્યું છે. ત્યારબાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્રમ્પના નિવેદન પર ભારત સરકાર પર નિશાન સાધ્યો હતો, જેનાથી પ્રખ્યાત અમેરિકન ગાયિકા મેરી મિલબેન ગુસ્સે થઈ ગઈ હતી. અને ત્યારબાદ અમેરિકન ગાયિકા સોશિયલ મિડિયા એક્સ પર પોસ્ટ કરીને રાહુલ ગાધી પર પ્રહાર કર્યો હતો

પીએમ મોદી ટ્રમ્પથી ડરે છે
રાહુલ ગાંધીના એક પોસ્ટમાં પીએમ મોદી પર ટ્રમ્પથી ડરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને નિર્ણય લેવા અને જાહેરાત કરવા દે છે કે ભારત રશિયન તેલ ખરીદશે નહીં.

રાહુલ ગાંધીની પોસ્ટ પર અમેરિકન ગાયકે શું કહ્યું?
રાહુલ ગાંધી દ્વારા પીએમ મોદી અંગે કરવામાં આવેલી આ પોસ્ટ પર અમેરિકન ગાયકે કહ્યું કે રાહુલ ગાંધી જી, તમે ખોટા છો. પીએમ મોદી રાષ્ટ્રપતિ ટ્રમ્પથી ડરતા નથી. તેઓ લાંબા ગાળાની રણનીતિ સમજે છે અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે રાજદ્વારી રણનીતિ ધરાવે છે. જેમ રાષ્ટ્રપતિ ટ્રમ્પ હંમેશા અમેરિકાના હિતોને પ્રથમ રાખે છે, તેવી જ રીતે પીએમ મોદી પણ દેશને પ્રથમ રાખે છે. પીએમ મોદી ભારત માટે જે શ્રેષ્ઠ છે તે કરશે. હું તેની પ્રશંસા કરું છું.

કોંગ્રસના નેતા વડા પ્રદાન બનવાના લાયક નથી
અમેરિકન ગાયિકા મેરી મિલબેને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર પીએમ મોદી વિરુદ્ધ કરેલી તાજેતરની ટિપ્પણી પર કટાક્ષ જ નહીં પણ, અમેરિકન ગાયકે તો એમ પણ કહ્યું કે કોંગ્રેસના નેતા પાસે વડા પ્રધાન બનવાની કોઈ લાયકાત નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: World News/‘ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે,’ ટ્રમ્પનો દાવો – PM મોદીએ આપ્યું છે આશ્વાસન

આ પણ વાંચો: World News/ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર વાત સતત આગળ વધી રહી છે: પિયુષ ગોયલ

આ પણ વાંચો: World News/‘ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે,’ ટ્રમ્પનો દાવો – PM મોદીએ આપ્યું છે આશ્વાસન