દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
ધનતેરસ-2025
પ્રકાશના પર્વ દિવાળીની શરૂઆત ધનતેરસના શુભ દિવસથી થાય છે. ગુજરાતી કેલેન્ડર મુજબ, દર વર્ષે આસો વદ તેરસના દિવસે ધનતેરસની ઉજવણી કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રોમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે મા લક્ષ્મી, ભગવાન કુબેર અને ધન્વંતરી દેવની પૂજા કરવાનો રિવાજ છે.
એવું માનવામાં આવે છે કે ધનતેરસના શુભ દિવસે પ્રદોષ કાળ દરમિયાન દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની વિધિ-વિધાનથી પૂજા કરવાથી ધન, સંપત્તિ, સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. પૂજા કરનારના જીવનમાં ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી અને ભંડાર હંમેશા સંપત્તિથી ભરેલા રહે છે. આ દિવસે સોનું-ચાંદી, લક્ષ્મી-ગણેશની મૂર્તિઓ અને અન્ય નવી વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભમાનવામાં આવે છે.
લક્ષ્મીની ઉપાસનાનું પર્વ એટલે ધનતેરસ. ધનતેરસે સંધ્યાટાણે કે યોગ્યમુહૂર્તમાં ધનના પ્રતીકરૂપે સોના-ચાંદીના સિક્કા ધોવમાં આવે છે, એ રીતે ધનની પૂજા કરાય છે. ધન ધોવાની પાછળનું સાચું મહાત્મ્ય એ છે કે આપણે જે કંઈ લક્ષ્મી-સંપત્તિ પ્રાપ્ત કરી હોય તેને સાફ કરવી, ઉજળી કરવી. ખોટા માર્ગેથી લક્ષ્મી આવી હોય તો તે ધન લક્ષ્મીનો સદુપયોગ કરવો. સાચા માર્ગે ધન કમાવાનો સંકલ્પ કરવો. માલધારીઓ પણ પોતાના ગાય-ગેટાંના ‘ધણ’ને શણગારીને ઉજળી સંપત્તિનો આદર્શ રજૂ કરે છે.
આજે દેવી લક્ષ્મી અને કુબેરની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે, જેમની કૃપાથી ધન, સંપત્તિ, સુખ, સમૃધ્ધિ વગેરેમાં વૃધ્ધિ થાય છે. તો જોઈએ પૂજા વિધિ, મંત્ર, પૂજા સામગ્રી અને શુભ મુહૂર્ત.
ધનતેરસની તારીખ
આ વર્ષે આસો મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ ૧૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ બપોરે ૧૨:૧૮ વાગ્યે શરૂ થશે અને ૧૯ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ બપોરે ૦૧:૫૧ વાગ્યે પૂર્ણ થશે.
આ તિથિના આધારે ધનતેરસનો પવિત્ર તહેવાર ૧૮ ઓક્ટોબરે ઉજવવામાં આવશે, જેનાથી પાંચ દિવસીય દિવાળી ઉત્સવની શરૂઆત થશે.
ધનતેરસના મુહૂર્ત
ધનતેરસ પૂજા મુહૂર્ત – ૦૭:૪૨પી.એમથી ૦૮:૩૯પી.એમ
પ્રદોષ કાળ – ૦૬:૧૦પી.એમથી ૦૮:૩૯પી.એમ
વૃષભ કાળ – ૦૭:૪૨પી.એમથી ૦૯:૪૧પી.એમ
બ્રહ્મ મુહૂર્ત – ૦૪:૫૫એ.એમથી ૦૫:૪૫એ.એમ
પ્રાતઃ સંધ્યા – ૦૫:૨૦એ.એમથી ૦૬:૩૫એ.એમ
અભિજિત – ૧૧:૫૯એ.એમથી ૧૨:૪૫પી.એમ
વિજયા મુહૂર્ત – ૦૨:૧૮પી.એમથી ૦૩:૦૪પી.એમ
ગૌધુલી મુહૂર્ત – ૦૬:૧૦ પી.એમથી ૦૬:૩૪ પી.એમ
સાંય સંધ્યા – ૦૬:૧૦પી.એમ થી સાંજે ૦૭:૨૪ સુધી
અમૃત કલામ -૦૮:૫૦એ.એમથી૧૦:૩૩એ.એમ
નિશિતા – ૧૧:૫૭ પી.એમથી1૧૨:૪૭ એ.એમ, ઓક્ટોબર-૧૯
ધનતેરસની પૂજાવિધિ
ધનતેરસના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ અને નવા કપડાં પહેરો.
ત્યારબાદ ઘરનું મંદિર સાફ કરીને સૂર્ય દેવને જળ અર્પણ કરો.
દેવી લક્ષ્મી, ભગવાન ધનવંતરી અને કુબેરની મૂર્તિઓને પૂજાના સ્થાન પર સ્થાપિત કરો.
દીવો પ્રગટાવી ચંદનનું તિલક લગાવો અને આરતી કરો.
ભગવાન ગણેશની પૂજા કરવાનું પણ યાદ રાખો.
કુબેર મંત્ર ‘ૐ હીં કુબેરાય નમઃ’નો ૧૦૮ વખત જાપ કરો અને ધનવંતરી સ્તોત્રનો પાઠ કરો.
અંતમાં મીઠાઈ, ફળો અને અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરો.
ધાર્મિક માન્યતા મુજબ, આ વિધિ શ્રદ્ધાપૂર્વક કરવાથી નાણાકીય સમૃદ્ધિ મળે છે અને જીવનની આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
ધનતેરસની પૂજા સામગ્રી
ધનતેરસની પૂજા માટે રોલી, અક્ષત, ગાયનું ઘી, ખાંડ અથવા ગુડ, ધૂપ, ગંગાજળ, દીવો, લાકડાની ચૌકી, લાલ કે પીળો કપડો, રૂઈ, પૂજાની થાળી, કળશ, માળા, કપૂર, અગરબત્તી, પુષ્પો અને ફૂલોની માળ જેવી સામગ્રીની જરૂર પડે છે. સાથે જ મા લક્ષ્મી, ભગવાન ગણેશ અને કુબેર દેવની તસવીર પણ પૂજામાં અનિવાર્ય માનવામાં આવે છે.
ધનતેરસ પૂજા મંત્ર
ગણેશ મંત્ર वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा
ધન્વંતરિ દેવ મંત્ર ‘ॐ नमो भगवते धन्वंतराय विष्णुरूपाय नमो नमः
કુબેર મંત્ર ऊँ यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्याधिपतये धनधान्यसमृद्धिं में देहि दापय
स्वाहा।
કુબેર પૂજા મંત્ર ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्ट-लक्ष्मी मम गृहे धनं पुरय पुरय नमः॥.
લક્ષ્મી મંત્ર ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मीये नम:
લક્ષ્મી પૂજા મંત્ર ऊँ श्रींह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ऊँ महालक्ष्मी नम:॥
ધન તેરસ પર કઈ રાશી વાળાએ શું ખરીદવું ?
મેષ : સોનાની અને પિત્તળની વસ્તુ ખરીદવાથી સ્વાસ્થની સમસ્યા દૂર થશે.
વૃષભ : વાહન, લોખંડ કે ઇલેક્ટ્રિક ઉપકરણ ખરીદવાથી ભાગ્ય બળવાન બનશે.
મિથુન : કાંસાની વસ્તુ ખરીદવાથી નિર્ણય લેવાની શક્તિ સારી રહેશે અને સંતાનની સમસ્યા દૂર થશે.
કર્ક : પિત્તળ કે ચાંદીની વસ્તુ ખરીદવાથી ભાવનાત્મક સમસ્યા દૂર થશે.
સિંહ : તાંબાની વસ્તુ ખરીદવાથી ધંધામાં વધારે ફાયદો થશે અને સંપત્તિની સમસ્યા દૂર થશે.
કન્યા : ઈલેક્ટ્રીકલ વસ્તુ ખરીદવાથી ધંધામાં ફાયદો થશે અને ધન સબંધી સમસ્યા દૂર થશે.
તુલા : કાંસાની વસ્તુ ખરીદવાથી ફાયદો થશે અને રોકાયેલ કાર્ય પૂર્ણ થશે. કરિયરને લગતી સમસ્યા દૂર થશે.
વૃશ્ચિક : ચાંદીનો સિક્કો ખરીદવાથી ફાયદો થશે અને દેવું દૂર થશે. ફસાયેલાં નાણાં પાછા આવશે.
ધન : તાંબાની દીવી, ગ્લાસ, બોટલ ખરીદવાથી ફાયદો થશે.કરિયર અને પરીક્ષાની લગતી સમસ્યા દૂર થશે.
મકર : પંચધાતુ ખરીદવાથી જીવનનો સંધર્ષ દૂર થશે. ધનના યોગ પ્રબળ બનશે.
કુંભ : ચાંદીનું વાસણ કે તાંબાનો લોટો ખરીદવાથી ફાયદો થશે. ધનના યોગ પ્રબળ બનશે.
મીન : સ્ટીલનો ગ્લાસ કે પિત્તળનો ગ્લાસ ખરીદવાથી ફાયદો થશે. ભાગ્યબળવાન બનશે અને સ્વાસ્થ સારું રહેશે.
આ પણ વાંચો:ગણેશ વિસર્જન પહેલા બાપ્પાને જમાડો આ છપ્પન ભોગનો થાળ, એમાં સામેલ છે આ વાનગીઓ…
આ પણ વાંચો:ગણેશજીને અતિ પ્રિય છે આ પંચ ફૂલ, પૂજા સમયે અવશ્ય ચઢાવો, જીવનમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ…
