Bharuch news/ અંકલેશ્વરમાં કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતા અસંખ્ય માછલીના મોત

ગામ લોકોએ GIDC ના કેટલાક ઉદ્યોગોને આ બાબતે જવાબદાર હોવાના આક્ષેપ કર્યા છે.

Gujarat Others

Bharuch News : અંકલેશ્વર GIDC.ની કેટલીક કંપનીઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા અમરાવતી નદીમાં અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી હતી.અમૃતપુરા ગામે અમરાવતી નદીમાં અસંખ્ય માછલીઓના મોતનો મામલો સામે આવ્યો છે.સ્થાનિક ગામ લોકોએ GIDC ના કેટલાક ઉદ્યોગોને આ બાબતે જવાબદાર હોવાના આક્ષેપ કર્યા છે.

બીજીતરફ GIDCના ઉદ્યોગો દિવાળીની રજાનો લાભ ઉઠાવવા લાગ્યા હતા. GPCBના અધિકારીઓ દિવાળીની રાજાના મૂડમાં હોવાથી ઉદ્યોગકારો લાભ ઉઠાવી રહ્યા હોવાની લોકોમાં ચર્ચા ચાલી છે. અંકલેશ્વર GIDCની કંપનીઓ દ્વારા પોતાના આર્થિક લાભ માટે કેમિકલ યુક્ત પાણી વરસાદી કાસમાં છોડી દેવામાં આવે છે.

હાલમાં અમરાવતી નદીમાં અસંખ્ય માછલીઓના મૃત્યુ થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઉદ્યોગકારોના પ્રકોપી કૃત્યોના કારણે નદીઓનું પ્રદૂષણ વધે છે.આમ આવનાર સમયમાં જૈવિક જીવન માટે આવા ઉદ્યોગો ખતરનાક બની શકે છે. કંપનીઓ દ્વારા કેમિકલ અને રાસાયણિક ઉત્પાદન કરતા ઔદ્યોગિક વેસ્ટને યોગ્ય રીતે નાડી તેમજ વરસાદી કાસમાં છોડાવવાનો આ ગુનો પર્યાવરણ માટે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે.

સ્થાનિક અને રાજકીય અધિકારીઓ દ્વારા આ બાબતે કાર્યવાહીની માંગ કરી છે. કેમિકલ યુક્ત પાણી છોડવાના બનાવો અનેક વાર બહાર આવ્યા છે. જેને લઈને માછલીઓ અને અન્ય જૈવિક જીવના સંકટમાં આવનાર સમયમાં વધુ વધારો થઈ શકે છે. બીજીતરફ કેમિકલ યુક્ત પાણી છોડતા ઉદ્યોગો સામે GPCB અને વહીવટી તંત્ર કડક પગલાં લઈ કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં નવા વર્ષની ઉજવણીમાં મિત્રોને મળવા ગયો ને મોત મળ્યું, ખંજરના ઘા મારીને હત્યા કરી

આ પણ વાંચો:વડોદરામાં નશામાં ધૂત નબીરાએ રસ્તા પર સૂતેલા મજૂરો પર ચડાવી કાર

આ પણ વાંચો:વડોદરામાં ડભોઇ બોડેલી રોડ ઉપર અકસ્માત, બે મિત્રોના મોત