Ahmedabad News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે છઠ મહાપર્વ પૂજા ઉત્સવમાં સહભાગી થઈ સૌને દીપોત્સવની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભવ્ય-દિવ્ય રામ મંદિરના નિર્માણ બાદ દિવાળીનો આનંદ અને રોનક અનેકગણી વધી ગઈ છે. વડાપ્રધાનએ “એક ભારત-શ્રેષ્ઠ ભારત”નો મંત્ર આપ્યો છે, જે આપણા તહેવારોને પણ સાકાર કરે છે.
મુખ્યમંત્રીએ છઠ પૂજાના આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દીપાવલીના તહેવારો પૂરા થયા બાદ લોકો લાભપાંચમથી કામકાજ શરૂ કરે છે ત્યારે બિહાર, ઝારખંડ અને પૂર્વાચલમાં સૂર્ય ઉપાસનાના છઠ મહાપર્વની શરૂઆત થાય છે.

તેમણે કહ્યું કે, બિહારમાં છઠ મહાપર્વની સાથે સાથે લોકતંત્રના મહાપર્વની ઉજવણીનો ઉત્સાહ છે. છઠ પૂજાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પ્રયાસરત છે. તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં લોકો ઉગતા સૂરજની પૂજા કરે છે, પરંતુ છઠ પૂજા એકમાત્ર મહાપર્વ છે, જેમાં આથમતા સૂરજની પૂજા કરવામાં આવે છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત અને બિહારનો સબંધ આદિકાળથી ખાસ રહ્યો છે. બિહાર બુદ્ધની ભૂમિ છે, તો ગુજરાતમાં બૌદ્ધની વિરાસતનું જતન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મ સ્થળ વડનગર પણ એક સમયે બૌદ્ધ શિક્ષાનું બહું મોટું કેન્દ્ર હતું. મોદીજીના માર્ગદર્શનમાં વડનગરમાં બૌદ્ધ મ્યુઝીયમનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાતના સપૂત મહાત્મા ગાંધીજીએ આઝાદીનું પહેલું આંદોલન બિહારના ચંપારણથી શરૂ કર્યું હતું, અને ગુજરાતના દાંડીથી મીઠાના સત્યાગ્રહથી બ્રિટિશ સલ્તનત સામે અહિંસક આંદોલનની શરૂઆત કરી હતી. ગુજરાતને બિહારી સહિત અનેક લોકોએ પોતાની કર્મભૂમિ બનાવી છે.
આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં BJP-Congress ના કાર્યકર્તાઓ બાખડયા: કોંગ્રેસ પ્રમુખ સહિત 2 ની તબિયત લથડતાં હોસ્પિટલમા
આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં ઝુપડપટ્ટી સહિતના વિસ્તારમાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન
આ પણ વાંચો: Jamnagar News/જામનગર શાળા આરોગ્ય તપાસણી: 220 બાળકો ગંભીર બીમારીથી પીડિત
